________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ,
અપેક્ષાએ આત્માને ગુણ તેજ સામાયિક છે. સર્વ સાવધારાનું પ્રત્યાખ્યાન જેમાં છે એવા સામાયિકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને અન્તર્ભાવ થાય છે. સર્વનય વિચાર વિષયભૂત સામાયિક છે એમ વિશેષાવશ્યકમાં
સરનામયાધાર ” એમ કહી સૂચવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ વડે વ્યવહારનય આત્માની મુકિત માને છે અને નિશ્ચયનય એકલા ચારિત્રવડે આત્માની મુકિત માને છે. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નય વડે સામાયિકનું સ્વરૂપ ધારીને આત્માના ધર્મમાં રમણતા કરવા માટે શુ૫યોગ ધારણ કરવો. વ્યવહાર અને નિશ્ચયનયથી સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. રાગ અને દેશના પરિણામને દૂર કરીને સામાયિક કરનાર જ્ઞાની પોતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે. જે જે અંશે રાની પિતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે તે તે અંશે સામાયિક કરનારનો આત્મા દિવ્ય સ્વરૂપમાં પરિણામ પામતો જાય છે અને તેના મન વચન અને કાયાના યોગની શુદ્ધિ થતી જાય છે. સામાયિક કરનાર જ્ઞાની સમકિતી અને મિથ્યાત્વી આદિ સર્વ જી પર સમભાવ ધારણ કરીને પિતાના આત્માની સમભાવ પરિણતિ ખીલવે છે અને તેમજ સર્વ જીવોની સાથે મિત્રીભાવ ધારણ કરતો છત વર્તમાન અને ભવિષ્યકાલને સુધારે છે. સામાયિક કરનાર ખરેખર વર્તમાન કાલ સુધારે છે અને તેથી ભવિષ્ય કાલમાં પણ તે સમભાવ વડે ઉચ્ચ બની શકે છે. ચોદ રાજલકમાં રહેલા સર્વ જીવોની સાથે રાગદ્વેષ રહિત સમભાવે સામાયિકમાં વર્તે છે અને તેથી સમયે સમયે અનન્તકમની નિર્જરા કરી શકે છે. આત્મજ્ઞાની સર્વ જીવોનું સત્તાએ પરમાત્મપણું સામાયિકમાં રહીને દેખે છે અને તેને ભાવે છે તેથી પિતાનામાં પરમાત્મપણું પ્રગટ કરવા સમર્થ બને છે. કાચી બે ઘડીમાં સામાયિકવાડે જ્ઞાની વ્યાની જીવ કેવળ જ્ઞાન પ્રગટાવી શકે છે અને જન્મ જરા તથા મરણના બંધનથી મુકત થાય છે. સંગ્રહનયથી આત્માની સત્તાને ધ્યાવીને જે પરમાત્મસત્તાને પોતાનામાં દેખે છે તે જ્ઞાની મનુષ્ય શુદ્ધ વ્યવહારવડે સામાયિકની આચરણ કરી શકે છે અને નિશ્ચયનયથી આત્માના સમભાવમાં રમણતા કરીને પરિપૂર્ણ પરમાત્માપણું પ્રગટાવી શકે છે.
सामायिक. मोक्ष भवे च सर्वत्र, निस्पृहो मुनि सत्तमः । मकृताभ्यासयोगेन, यत उक्तो जिनागमे ॥१॥ (अभिमान राजेंद्र)
For Private And Personal Use Only