________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાનિક ગધસંગ્રહ.
જ્ઞાનદષ્ટિ વડે રમે છે. ફલભેદે તેમની દ્રષ્ટિમાં ભેદ પડે છે તેમાં તેમની પરિણામ ધારા કારણભૂત છે. ખરેખર શુદ્ધા વ્યવસાય થયા પશ્ચાત્ જ્ઞાનીઓની બાહ્ય તથા આન્તરિક ક્રિયામાં પરસ્પર સંબંધ રહેતો નથી તે વાતને આત્મજ્ઞાનીઓને અનુભવ આવી શકે તેમ છે.
સંકલ્પથી કર્મબન્ધ થાય છે, સંકલ્પ વિના કમલેગથી કમબન્ધ થત નથી તે દર્શાવે છે.
कर्माप्याचरतो-ज्ञातु मुक्तिभावो न हीयते । तत्र संकल्पजो बन्धो, गीयते यत्परैरपि ॥ ३२ ॥ अध्यात्मसार.
આત્મજ્ઞાનીને કર્મ આચરતાં મુક્તિભાવ ટળતો નથી. કારણ કે કમ કરવામાં કલ્પથી બન્ધ છે. કર્મ વિષે જે ફલાદિકને સંકલ્પ હતો નથી, તે જ્ઞાની કામગ કરતો છતે બંધાતો નથી. અનેક જ્ઞાનીઓએ કર્મમાં સંક૯પ વિના કર્મ કર્યા છે અને મુક્તિ રૂ૫ ફલ પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનીઓને પિતાના અધિકાર પ્રમાણે કર્મો કરવાં પડે છે. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનાં બાવથી સમાન કર્મ જણાય છે. આત્મજ્ઞાનીઓ ખાય છે. પીવે છે, ચાલે છે, હાલે છે, બોલે છે. તેમજ અજ્ઞાનીઓ પણ ખાય છે, પીવે છે. બોલે છે, ચાલે છે અને અન્ય કાર્યો કરે છે. આત્મજ્ઞાનીઓ સંકલ્પ વિના કર્મ કરે છે તેથી અજ્ઞાનીઓની પેઠે બાહ્યથી સમાન કર્મવાળા હોવા છતાં કમથી ( ક્રિયાથી ) બંધાતા નથી. આત્મજ્ઞાનીઓ ધર્મની ઉન્નતિ વગેરેનાં સાત્વિક ગુણી કર્મો કરે છે પણ તેમાં તે ફલની ઇચ્છા વિના બંધાતા નથી. નામ, રૂપાદિને અધ્યાસ જેઓને ટળી ગયા છે એવા આત્મજ્ઞાનીઓ કર્મ કરે છે તે પણ બંધાતા નથી અને કર્મ ન કરે તો પણ બંધાતા નથી. રજોગુણ અને તમોગુણ કર્મથી દૂર રહીને જ્ઞાનીઓ સત્વગુણ કર્મને કરે છે. આત્મજ્ઞાની શબ્દથી ભિન્ન એવું આત્મસ્વરૂપ અવબોધે છે અને જ્ઞાન દૃષ્ટિથી તેને ઉપયોગ રાખીને ધાવમાતાની પેઠે વા જલમાં રહેલા કમલની પેઠે નિર્લેપ રહીને બાહ્યથી કર્મ કરતે હોવાથી કર્મ કરતો છતે પણ અકર્મ છે. આત્મજ્ઞાની કર્મ કરતાં છતાં તેમાં પિતાનું અકર્તાપણું તથા અભોક્તાપણું દેખે છે. જે જે બાહ્યનાં કર્મો છે તેમાં સંકલ્પ રહિત પ્રવૃત્તિ થવાથી તથા કર્મમાં પણું પોતાના અકર્મ રૂપ પરિણામ હોવાથી જ્ઞાની કર્મ કરતો છતાં પણ અકર્મ છે એમ પિતાને દેખે છે. આત્મજ્ઞાની અકર્મ રૂપ એવા
For Private And Personal Use Only