________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પ્રથમથી તપ કષ્ટાનુષ્ઠાન વડે દુઃખો સહન કરવામાં આવે તો મરણ વખતે ઘણું દુઃખ સહન કરી શકાય. મરણના સમાન ભય નથી. દેહથી આત્માને ભિન્ન માનીને શરીરાદિપર થતા રાગ દૂર કરે. સંસારના પદાર્થો માટે હે આત્મન્ ! તે અનન્ત દુઃખ સહન કર્યા હવે તો તું દેહથી ભિન્ન પિતાને સમજીને રોગે ઉપદ્રવો ઉપસર્ગોને સહન કર! કર્મના વિપાક ભોગવ્યા વિના છૂટકો થવાનું નથી. દીનપણે પણ કર્મ ભોગવ્યા વિના છૂટકો થવાને નથી ત્યારે શર થઈને શા માટે વિપાક સમભાવે વેદ નથી ? એમ જ્ઞાની પિતાના આત્માને બાધ આપીને વૈર્યથી કર્મના વિપાકોને સહન કરે છે.
કોઈ મનુષ્યને પિતાના તાબામાં લેવા હોય તો તેના ઉપર શુદ્ધ પ્રેમનો પ્રવાહ ચલાવવું જોઈએ. સત્તાથી કઈ તાબે થઈ શકતું નથી અને કદાપિ તાબે થાય છે તો ઉપરથી થાય છે પણ અન્તરથી નહિ. ખરી રીતે વિચારીએ તો હૃદયને તાબે લીધા વિના કાયાને તાબે કરવાથી તાબેદાર થનાર ખરી રીતે તાબે થયે એમ ગણી શકાય નહિ. શુદ્ધ પ્રેમના બળ વડે વૈરીઓને પણ તાબે કરી શકાય છે. જે મનુષ્ય આપણુ ઉપર વૈર રાખતા હેય, મનમા અંટસ રાખતા હેય, લાગ પડે આપણે નાશ કરવા ઈચ્છતા હોય તેઓના તરફ શુદ્ધપ્રેમથી મૈત્રીના વિચાર કરવા. મધ્ય રાત્રીએ અત્યંત આત્મબળથી ઉત્સાહપૂર્વક વિચાર પ્રવાહ નીચે મુજબ ચલાવવો. જે મારા ઉપર અમુક મનુષ્યો વર રાખે છે તે હવે મિત્રના રૂપમાં બદલાય છે. મારી સાથે પ્રેમથી વર્તે છે. તેમના હૃદયમાં વેર ચાલ્યું જાય છે. તેઓ મારા ઉપર પ્રેમ કરે છે. તેઓ ગુણી થતા જાય છે. તેમને આત્મા શુદ્ધ થાય છે. મારા ઉપર તેઓ અત્યંત પ્રેમ ધારણ કરે છે. તેમના ઉપર હું અત્યંત શુદ્ધ પ્રેમ ધારણ કરું છું. તેમના ગુણોને વખાણું છું. આ પ્રમાણે દરરોજ રાત્રીએ એક કલાક વિચાર શ્રેણિ ચલાવ્યાથી અમુક જે જે પ્રતિપક્ષીઓ, વૈરીયો હોય છે તેમના ઉપર ગુપ્ત રીતે શુદ્ધ પ્રેમની અસર થાય છે. પ્રતિપક્ષીઓના અને વૈરિયાના મનમાંથી વૈર ટળે છે. આ પ્રયોગ અજમાવી જોવાની જરૂર છે. જેટલા આત્મબળથી શુદ્ધ પ્રેમના ઉપર પ્રમાણે વિચાર કરવામાં આવશે તે પ્રમાણે અન્યોને અસર કરી શકાશે. આ પ્રયોગમાં એકદમ ફળ ન દેખાય તે સમજવું કે તે પ્રમાણે આત્મબળથી શુદ્ધ પ્રેમના વિચારો કરવામાં આવ્યા નથી વા કંઈ વિશેષ વખત પર્યન્ત આ પ્રયોગ અજમાવાની જરૂર છે. મન વાણી
For Private And Personal Use Only