________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
આત્મામાં ત્રણને અસ્તિભાવ અનુભવવામાં આવતાં જ્ઞાનયોગનું ખરું સ્વરૂપ પ્રગટાવી શકાય છે. મેહ દૈત્યનો નાશ કરનારી શુદ્ધ પરિણતિ રૂ૫ અંબિકાને આમામાં દેખવી તથા પ્રગટાવવી એ જ્ઞાન છે. આત્મારૂપ વેદીમાં કર્મરૂપ કાષ્ઠોને ભસ્મીભૂત કરનાર જ્ઞાનાસિ સળગાવવી અને આ મંત્રરૂપ વેદમંત્ર ભણીને વિષય વૃત્તિયોરૂપ પશુઓને હણવાથી આત્મયજ્ઞની પૂર્ણાહૂતિ થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રૂપ આર્ય ભૂમિમાં મેતાદિ અસુરોની સાથે લડીને જ્ઞાનાદિ સુરાજ્ય મેળવી શકાય છે. સુરો અને અસુરેનું અન્તર્ દૃષ્ટિથી સ્વરૂપ અવલોકવું જોઈએ, અને આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ આર્યક્ષેત્રમાં સુરરૂપ પિતે બનવું જોઈએ તથા મહાદિ અસુરોને હઠાવી પિતાની અસંખ્યાત પ્રદેશરૂપ ભૂમિમાં નિર્ભયપણે સ્વસુખ ભેગમાં મહાલવું જોઇએ. પિતાના શુદ્ધ ધર્મના ઉપયોગમાં સ્થિરતા ધારણ કરીને તટસ્થપણે શરીરાદિકના શુભાશુભમાં વર્તવું એવું શુદ્ધ તપ તે જ્ઞાનયોગ છે. જ્ઞાન યોગીને સર્વ પ્રકારના એકાતિક આગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ સંબંધી ટે છે અને તે સુખમય પિતાને અનુભવે છે.
જ્ઞાનયોગ દશામાં શું થાય છે? न परप्रतिवन्धोऽस्मिन्नल्पोप्येकात्मवेदनात् । शुभंकर्मापिनैवात्र व्याक्षेपायोपजायते ॥ ६॥ अध्यात्मसार ॥
એક શુદ્ધાત્મ સ્વરૂપના વેદનથી અર્થાત્ અનુભવથી જ્ઞાનયોગમાં પરનો પ્રતિબંધ હોતો નથી. જ્ઞાનયોગમાં શુભકર્મ પણ વ્યાપાથે થતું નથી. જ્ઞાનયોગીને શુભકર્મથી પ્રતિબધ થતું નથી. જ્ઞાનગીને શુભકમ મોક્ષ પ્રાપ્તિમાં વિઘભૂત થતું નથી એવો ભાવાર્થ પ્રગટે છે. આત્મજ્ઞાનીને શુભાશુભને પ્રતિબધ નથી; કારણ કે આમાના સ્વરૂપનું વેદના થતાં શુભાશુભ કર્મની પરિણતિ ધારા વહેતી નથી તેમજ પ્રારબ્ધ રૂ૫ શુભાશુભ વેદતાં હર્ષશોકની પરિણતિના અભાવે નવીન કર્મ બંધાતાં નથી. આવી જ્ઞાનેગીની આન્તરિક દશા હોય છે. સાક્ષીભૂત થએલો એ આત્મજ્ઞાની જે જે દેખે છે અને બાહ્યથી પ્રસંગોપાત્ત જે જે કરે છે તેમાં તે પ્રતિબંધ પામતો નથી. જ્ઞાનયોગીએ ભૂતકાળમાં અશુદ્ધ અનન્ત પર્યાય ર્યા તેમાંથી તે કયા પર્યાયમાં લપટાય ? અર્થાત્ કોઈમાં પણ લપટાય નહિ. વર્તમાનમાં પણ અનેક ઔપચારિક પર્યાને આત્માના સંબંધે જાણે છે એ છે
For Private And Personal Use Only