________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
ધાર્મિક ગદ્યસ ગ્રહ.
ક્યાંથી ખની શકે? જૈનરાજ્ય ગયું ત્યારથી પડતીનાં ચિન્હ આરંભાયાં છે. તન મન અને વાણી બળના ઉપયાગ કરીને આત્મભાગી મનુષ્યા પેદા કરવા જોઇએ. આખી દુનિયાના મનુષ્યાને પોતાના આત્મ સમાન માનીને તેમેના ભલા માટે પોતાનું સર્વ અર્પણ કરવાની વિશાળ દૃષ્ટિ ન પ્રગટે ત્યાં સુધી આ દેશને ઉદય થવા દુર્લભ છે. જૈનાચાયોએ પ્રથમ સર્વ દુનિયાને ધર્મજ્ઞાનના ઉપદેશ આપવા બહાર પડવું. પેાતાની વિશાળ દૃષ્ટિ પ્રગટાવીને આખી દુનિયાના મનુષ્યાને સુધારવા પ્રયત્ન કરવા જોઇએ, સાત વ્યસનને ત્યાગ કરાવવા ઉપદેશ દેવા જોઇએ. આખી દુનિયાને પ્રભુને ઉપદેશ સંભળાવવા જે બને તે કરવું એજ ક્રૂરજ અદા કરવી, એજ માર્ગ ગ્રહણ કરવા લાયક છે. પ્રભુના જેવા ગુણી પેાતાનામાં પ્રગટાનવા પ્રયત્ન કરવા અને અન્યને તે તે ગુણેા પ્રગટાવવા ચળવળ કરવી એજ જૈનાચના ઉદ્યનું લક્ષણ છે.
પ્રાયઃ અજ્ઞાનથી કદાગ્રહ, હઠ, ધારણ કરી શકાય છે. અન્ધશ્રદ્ધાથી મનુષ્યા કદાગ્રહ કરીને સમાજમાં પશુઓની પેઠે કાલાહલ કરી મૂકે છે. અન્ન મનુષ્યા ગદ્દાપુ પકડનારની પેઠે પકડેલા પક્ષ મૂકતા નથી અને તેથી તેઓ ઘણી ઠાકરો ખાય છે, તે મનમાં સમજે છે છતાં મીયાં પડથા પણ ટંગડી ઉંચીની પેઠે પોતાના કક્કા ખરા કરવા પ્રયત્ન કરે છે. આવા હઠના વિચારાથી અનેક બાબામાં ઘણુ નેવું પડે છે. કીલા મનુષ્ય માફ તે સાચુ એવી હઠ ઉપર આવીને પોતાના પક્ષ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. વેારાના નાડાની પેઠે અનુ મનુષ્યા સમજ્યા વિના ગમે તે વાત પકડી લે છે અને તેથી તેઓ અવનતિના ખાડામાં પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય દુર હાય છતાં લેાહચુંબકના ન્યાયે દૂર રહેલી વસ્તુએ પુણ્યના પ્રતાપે તેના આત્માની પાસે ગમે તેરીતે ખેંચાઇ આવે છે. પુણ્યનાં અને પાપનાં પુદ્ગલામાં અચિંત્ય શતિ રહી છે અને તે અનેક રીતે પેાતાને વિપાક દેખાડે છે. રાગદ્વેષની શુભાશુભ પરિણતિ પુણ્યના અને પાપનાં પુદ્ગલા ખરેખર આત્માના પ્રદેશાની સાથે બંધાય છે. ઉગ્ર પુણ્ય અને પાપતા આ ભવમાં કાઇને વિપાક પ્રાપ્ત થાય છે. શુભરાગ અને શુભ દ્વેષથી પાપનાં પુદ્ગલાને પણ પુણ્ય રૂપે પરિમાવી શકાય છે. કાઇ ક્ષેત્ર કાલ પામીને પુણ્ય પ્રકૃતિને ઉદય પ્રગટે છે અને કાઇ ક્ષેત્ર કાલાદિ પામતાં પાપ પ્રકૃતિના ઉદય પ્રગટે છે. આત્મા, શરીરમાં અસંખ્ય પ્રદેશે વડે વ્યાપી રહ્યા છે અને તે અરૂપી હોવાથી મધ્યમ પરિણામવાળે! ગણાય છે.
For Private And Personal Use Only