________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ.
છે. ભિન્ન ભિન્ન ક્રિયભેદની દષ્ટિથી મનુષ્યને દેખતાં પિતાના કરતાં ઘણું તે દૂર જણાશે પણ અધ્યાત્મ દષ્ટિથી તેઓને દેખતાં પિતાના આત્માની પાસે રહેલા તેઓ જણાશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલાનુસારે બાથધર્મ ક્રિયાઓના ભેદો પડયાં, પડે છે અને પડશે. એના ઝઘડાને કદી પાર આવનાર નથી. ડાળાં પાંખડાની ભેદતાથી ડાળાં અને પાંખડાં અન્ય ડાળાં અને પાંખડાંથી પિતાને ભિને માની શકે પણ તે વૃક્ષથી વા વૃક્ષમાં વહેનાર રસથી ભિન્ન નથી, તેથી તે જીવી શકે છે. તે પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મક્રિયાના ભેદથી પિતાને ભિન્ન માનનારાઓ પણ આત્મતત્વથી જુદા પડતા નથી અને તેઓ આત્માને ચેતચરસ લેઇને જીવી શકે છે. જેનામાં ચેતન્યરસ (અધ્યાત્મરસ) આવતા બંધ થાય છે તેઓ જીવી શક્તા નથી. બાહ્ય ધાર્મિક ભિન્ન ભિન્ન ક્રિયાઓ એ આત્મધર્મનાં વેણને છે. પેટીમાં જેમ રને રહે છે પણ પેટીથી જેમ તે ભિન્ન હોય છે તેમ બાહ્ય ધાર્મિક ક્રિયાઓ વચ્ચે છુપાયેલું અધ્યાત્મ તત્વ તે બાહ્ય ક્રિયાઓથી ભિન્ન હોય છે છતાં તેઓની સાથે સંબંધ ધરાવે છે. ભિન્ન ભિન્ન વેષ ધારણ કરનારા મનુષ્યો ભિન્ન ભિન્ન વેષની ઉપાધિથી પિતાને અન્ય મનુષ્યથી ભિન્ન માને છે તેઓ મૂખ ઠરે છે, તદ્દત બાહ્ય ક્રિયાઓથી આત્મધર્મમાં ભેદ દેખનારા અજ્ઞ મનુષ્ય કલેશ, નિન્દા આદિ દેષ સેવીને આત્માના શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. બાહ્ય ધર્મની ક્રિયાઓમાં સમયાનુસાર ફેરફાર થયા કરે છે પણ તેને મુખ્ય ગુપ્ત ઉદેશશું છે તે જે જાણવામાં ન આવે તે અંધ પરંપરા અને શુષ્કતાનો વધારે થાય છે. સમ્યગદષ્ટિના અસંખ્યાત ભેદ પડે છે. રાગદ્વેષની પરિણતિ જે જે અંશે ટળે છે તે તે અંશે સમ્યગૃષ્ટિપણું પ્રાપ્ત થાય છે. સમદષ્ટિના ગે ધર્મક્રિયાના ભેદમાં અહેમમત્વ સ્પરતું નથી. બાહ્ય ધર્મક્રિયાઓની ઉપયોગિતા અધિકાર પરત્વે સિદ્ધ થાય છે. ધર્મનું સામાજીક બળ ઉત્પન કરવામાં ધર્મની ક્રિયાના ભેદેની કડવાશ ઉત્પન્ન કરીને મળેલા સોનેરી સમયને ન હોવો જોઈએ.
વિવેક વિના અહેવ અને મમત્વના દઢ આવેશમાં મનુષ્યો અહં. કારના વશ થઈને દરેક મનુષ્યને આદર આપી શકતા નથી અને અન્યને હલકા પાડવાના પ્રયત્ન કરે છે. આર્ય દેશમાં પૂર્વ ઘણું નિરભિમાની મહાભાઓ પ્રગટ થતા હતા અને તેથી તેઓ અન્યોને ધર્મ માર્ગ ઉપર લાવીને આર્ય દેશની મહત્તા રક્ષતા હતા. અવિધા, અજ્ઞાન, મોહથી, અહવૃત્તિ ઉત્પન્ન થાય છે અને તેથી મનુષ્ય અસત કલ્પનાઓને વશ થઈને
For Private And Personal Use Only