________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
२७
ભવિષ્યની ઉન્નતિનાં દ્વાર બંધ કરે છે. ઉત્તમોત્તમ લઘુતા છે. નાના અને મેટાની અવાસ્તવિક કલ્પનામાં કદાગ્રહ બંધાઈ જતાં મનુષ્ય પિતાના આ ભાનું સ્વરૂપ ભૂલી જાય છે અને પિતાનામાં અસતને આરોપ કરીને નવી કલ્પનાની સૃષ્ટિ રચીને જેવી રીતે કરોળીયો પોતાની જાળમાં ફસાય છે તેવી રીતે ફસાય છે અને તેથી આત્મબળને નવો જુસ્સો ઉત્પન્ન થત બંધ પડી જાય છે. અભિમાનવૃત્તિથી આત્મોન્નતિના દ્વારે બંધ પડી જાય છે. આત્મામાં ગમે તેવા ગુણે પ્રગટ થાય તો પણ તે સત્ એવા ગુણે ઉત્પન્ન થયા છે તેથી અભિમાન કરવાનું કંઈ કારણ જણાતું નથી. અભિમાનથી આયે પિતાના આત્માના સદગુણે ખીલવવામાં પોતાની મેળે વિદને ઉભાં કરે છે. પિતાનામાં બધું માની લઈને અન્યોના ગુણે તરફ અલક્ષ્ય રાખીને તેને ધિકકારનારા મનુષ્ય કદિ વાસ્તવિક આત્માની ઉન્નતિ કરવા શક્તિમાન થઈ શકતા નથી અને તેઓ આર્યોની આત્મધર્મોન્નતિમાં પણ ખરેખરો ભાગ લઈ શકતા નથી. આમાના પરિપૂર્ણ ગુણે ખીલવવામાં દરેક મનુષ્ય વિદ્યાર્થીઓ છે. સ્વાર્થ, તૃષ્ણ, અને વ્યસન આદિથી મનુષ્ય પોતાની શક્તિોને ખીલવવાના ઉપાયે આદરી શકતા નથી. લઘુતાથી મનુષ્ય પોતાની વાસ્તવિક દશા અવલોકી શકે છે અને જે જે પિતાની શકિતયો ખીલી નથી તેઓને ખીલવવા પ્રયત્ન કરી શકે છે. અભિમાની અને દેષદષ્ટિ નિર્દક મનુષ્યો આર્યવના ગુણે પ્રગટાવી શકતા નથી, કારણ કે તેઓની દષ્ટિમાં વિપર્યયતા હોય છે તેથી તેઓ પિતાનું વાસ્તવિક હિત અને માતૃદષ્ટિવડે કરાતી જગતની સેવા સમાજવાને લાયક બની શકતા નથી. પિતાનામાં સર્વ ગુણો છે એવું વ્યક્તિની અપેક્ષાએ બ્રાન્તિથી માની લેવાથી ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રયત્ન થતું નથી અને તેમજ અન્ય મનુષ્યોને આદરસત્કાર આપી શકાતા નથી. પિતાનામાં ખરી આર્યતા પ્રગટાવવી હોય તો અભિમાનને ત્યાગ કરીને સર્વની સાથે સમાનતા રાખવી જોઈએ અને વ્યસન દુર્ગણોને ત્યાગ કરીને નીતિમાર્ગ પર આવવું જોઇએ.
પૂર્વે અધ્યાત્મ જ્ઞાનથી આ બહુ ઉન્નત સ્થિતિ પર હતા. અધ્યાત્મ વિવાથી આર્યો પિતાના આત્માની મહત્તા ઇચ્છતા હતા અને તેઓ આત્મજ્ઞાનથી દેહાધ્યાસને દૂર કરતા હતા. આત્મજ્ઞાનથી આ શરીર અને બાહ્ય વૈભાના સુખથે સ્વાર્થ, તૃષ્ણ, કલેશ, અહંવ, પ્રમાદ આદિ દોષથી દૂર રહેતા હતા, શરીરરૂપ પેટીમાં રહેલા આત્મરૂપ રનની તેઓ ખરી કિસ્મત
For Private And Personal Use Only