________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
ધાર્મિક ગદ્યસ‘ગ્રહ.
પરિણામના ત્યાગ કરવા જોઇએ. મેાહની પ્રકૃતિયાને ત્યાગ કરવા જોઇએ. શાકના વિચારે, ભયના વિચાર। ત્યાગવાની જરૂર છે. ઝધડાટાના વિચારોને ત્યાગ કરવાની જરૂર છે. કાયા, વાણી અને મન ઉપરનું મમત્વ ત્યાગવાની જરૂર છે. કદાગ્રહ ત્યાગવાની જરૂર છે. અશુદ્ધ પ્રેમ ત્યાગવાના છે. પાંચવ્રતના અતિયારે। ત્યાગવાની જરૂર છે. અનુપયેાગી વસ્તુઓને ત્યાગ કરવાની આવશ્યકતા છે. કપટ, વિશ્વાસઘાત, દગા વ્રેહના ત્યાગ કરવા ોઇએ. ફૂટ લેખ, ફ્રૂટ સાક્ષી આદિ જૂઠ વચનના ત્યાગ કરવા જોઇએ. સ્વાર્થ, આળ, ચાડી વગેરે દોષોને ત્યાગ કરવા જોઇએ. અન્તર્ના રાદિ દોષોને ત્યાગ કરવાથી ખરેખરા ત્યાગ પ્રાપ્ત થાય છે. જગતના ભલા માટે લક્ષ્મીને ત્યાગ કરવા જોઇએ. સુપાત્ર ક્ષેત્રમાં લક્ષ્મી વગેરેને ત્યાગ કરવા જોઇએ. આત્માની પરમાત્મશા કરવા માટે ત્યજનીય સર્વ વસ્તુઓના ત્યાગ કરવાની જરૂર છે. ધર્મના કાર્યમાં આત્મભેગ આપવા એ પણ એક જાતને ત્યાગ છે. સ્વા, મમત્વ, દ્વેષાદિન ત્યાગ કરવાથી અને સર્વ વસ્તુને ત્યાગીને ત્યાગી થવાથી આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાગ એ મહાન્ ધર્મ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ પુરૂષાની સંગતિ કરવાથી ઉત્તમ વિચાર પ્રગટ થાય છે. સન્તાની સગતિથી ખરાબ વિચારાના વિરત નાશ થાય છે. સાધુએ આ જગતમાં જંગમતીર્થ છે. પુસ્તકા વાંચવાથી પણ જે શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વૈરાગ્ય ત્યાગ આદિ ગુણ્ણાના અન્તમાં સ્થાયિભાવ થતા નથી તે ગુણાના ખરેખર સાધુ સંગતિથી હૃદયમાં સ્થાયિભાવ થાય છે.
અન્ય જીવા ઉપર મીઠી નજર થવી એજ તારા ઉદયનું ચિન્હ છે. પોતાની ભૂત અને વર્તમાન જીંદગીના મુકાબલા કરીને ભવિષ્યની જીંદગી સુધરે એવા ઉપાયને વર્તમાનમાં સેવ! જીંદગીની એક ક્ષણ ગએલી પાછી આવવાની નથી. આખી દુનિયામાં સખ્યાત મનુષ્યા છે. સર્વ મનુષ્યા પેાતાની વૃત્તિ પ્રમાણે પ્રવ્રુત્ત કરે છે, તેમાંથી તું વિશેષ શુ કરે છે તેને વિચાર કર. મનુષ્યેાના ભલા માટે તે શું કર્યું ? આત્માને લાગેલા કને। ક્ષય કરવા માટે તે શું કર્યું? તુ હાલ જે જે પ્રવૃતિ કરે છે તેમાંથી કયા કયેા અનુભવ મેળવ્યા તેના વિચાર કરીને આત્મ કલ્યાણમાં વિશેષતઃ લક્ષ આપ. કષાયેાનાં મૂળ છેદવાને આત્મ પુરૂષા ફારવ, જ્યારે ત્યારે આત્મ પુરૂષાર્થ ફારવ્યા વિના આગળના ભાગ ખુલ્લેા થવાના નથી. સર્વ ધાર્મીક કાર્યોમાં અહીંવ્રુત્તિ ન થાય એમ ઉપયાગ ધારણ કર. કાઇનુ ખાટુ કહેતાં પહેલાં તે સારૂં કયા વિચારાથી માને છે તેના પૂર્ણ
For Private And Personal Use Only