________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
લમણે હાથ દઈ બેસી રહેવું ન જોઈએ. જો કે પહેલેથી શોધ કરીને શોધકોએ જે પુસ્તકો બનાવ્યાં છે તેના આધારે કાર્ય કરતાં સહેલું થાય છે અને પુસ્તક વિના નવીન શોધ કરતાં વાર લાગે છે પણ સમજવાનું કે સર્વ પ્રકારનું જ્ઞાન આત્મામાં છે. આપણી પાસે આત્મા છે તેમાંથી જે જે બાબતનું જ્ઞાન પ્રગટાવવું હોય તે પ્રકટે છે, એમ જાણીને શ્રદ્ધા ધારણ કરી આગળ વધવું જોઈએ.
અજ્ઞ મનુષ્યો પિતાની વૃત્તિના અનુસારે પોતાના વિચારોમાં સર્વ પ્રકારનું સત્ય કલ્પીને અન્યોના સત્ય વિચારે તરફ લક્ષ આપતા નથી. અલ્પજ્ઞો, જ્ઞાનિયાના વિચારોનું સત્ય ન સમજી શકે એ તે બનવા છે, પરંતુ અ૫નો તેટલું કરીને બેસી રહેતા હતા તો તેમની તે ભૂલથી તેઓ ભાપાત્ર ગણાત; પણ અસો અન્ય વિશેષજ્ઞોના વિચારમાં અસત્યતા માને છે અને તેઓને ધિક્કારે છે તથા તેના વિચારોને દાબી દેઇને પિતાને કો ખરો કરવા પ્રયત્ન કરે છે. સુજ્ઞો, અને વિચારોમાં પણ અંશે અંશે જે કંઈ સત્ય સમાયું છે તેને દેખી શકે છે અને અના વિચારમાં જે જે અંશે અસત્યતા રહી હોય છે તેથી તેઓ ખરેખર અોને ધિકકારતા નથી પણ એના ઉપર કરૂણભાવ ધારણ કરે છે અને તેઓના દેશોને બાળકની પેડે ગણીને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે. સુણો પિતાની જ્ઞાનદષ્ટિવડે સર્વ વસ્તુઓના ધર્મને અપેક્ષાએ જાણ શકે છે. પુરૂષો પિતાનું હૃદય કાચના કરતાં અત્યંત ઉજજવલ કરે છે અને તેઓ અન્યોને પણ નિર્મલ કરવા ઉપદેશ દે છે. બાળજીવ જેમ રમકડામાં સુખ કલ્પીને તે વડે રમે છે તેમ અજ્ઞ છો રમકડાના જેવી પદગલિક વસ્તુઓની સાથે રમે છે. બાળ જેમ પિતાની હઠ મૂકતા નથી તેમ ઘણી અપેક્ષાઓને અજાણુ એ બાળજીવ પોતાને સમજાયેલા એકપક્ષી વિચારોને સત્ય માનીને બીજી તરફના વિચારોને નહિ માનવાનો કદાગ્રહ કરીને ક્લેશ કરે છે. જૈન ધર્મના તને સ્યાદ્વાદરીયા નહિ સમજનાર અને આચાર વેષના એકાન્ત રાગી એવા મનુષ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અને અન્ય અનેક આશયોની અપેક્ષા સમજ્યા વિના સામાન્ય બાબતોને મોટું રૂપ આપીને શુદ્ધપ્રેમ મૈત્રીભાવ વગેરેથી પરાભુખ થઈને સંકુચિત દૃષ્ટિનું જીવન ગુજારે છે અને પુનઃ તેઓ સંકુચિત દૃષ્ટિના આશયમાં સર્વથા સર્વ સત્ય કલ્પીને પરિપૂર્ણ ઉચ્ચજીવન કરી શકતા નથી.
મનુ ન્યાર્થથી પિતાની સંતતિને પણ અશુભાકર્મને વારસો આ
For Private And Personal Use Only