________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધાર્મિક ગદ્યસંગ્રહ.
તો ભર્યા છે. જૈન દર્શન રૂપ દુકાનમાં ઘણો માલ ભર્યો છે પણ તેને દેશ દેશ ફેલાવો કરનારા ઉત્તમ વક્તાઓ રૂપ માલ વેચનારાઓની ખામી દેખાય છે. અન્ય દર્શનમાં જિન દર્શનની અપેક્ષાએ અલ્પ અને ઉત્તમ ભાલ ન હોવા છતાં જે કંઈ થોડો માલ છે તેને જમાનાની રીતિએ કેલાવો કરનારા ઘણું મનુષ્ય દેશદેશ ફરીને લોકોને આપે છે અને તેથી દુનિયાના મનુષ્યો તે માલ કે જે હજી ઘણે અંશે અપૂર્ણ છે તે પણ તેને પામીને ખુશ થઈ જાય છે. શ્રી વીર ભગવાનની ધર્મરૂપ દુકાનમાં ઘણે ભાલ છે પણ હાલ તે દુકાનને ચલાવનારા ગુમાસ્તાઓ જમાનાની હરિફાઈમાં અન્ય દર્શની ગુમાસ્તાઓ કરતાં પાછળ પડયા છે અને તેથી શ્રી મહાવીર પ્રભુની ધર્મરૂપ દુકાનના માલથી દુનિયાના ઘણું મનુષ્ય અજાણ રહ્યા છે. શ્રી વીરપ્રભુ એક મહાન શહેનશાહ છે અને મુનિવરો તેમના સેવકે છે. શ્રીવીરપ્રભુનું ધર્મરાજ્ય વિસ્તારવામાં પ્રભુના સેવકે તેમના નામે માલ ખાઈને વિશાલ દષ્ટિથી સતત ઉઘમ નહિ કરશે તો તેનું ફળ પશ્ચાત્તાપરૂપ જનોને ભોગવવું પડશે. શ્રી વીર પ્રભુના જૈન દર્શનની દુકાનને માલ ખરેખર જમાનાને અનુસરી સાધુઓ અને શ્રાવકે રૂપ ગુમાસ્તાઓને વેચતાં નહિ આવડે તેમાં તેમને જ દોષ સમજાશે. અન્યદર્શનીઓ કે જેઓની દુકાનમાં ધર્મરૂ૫ નાણાં અને ધર્મરૂપ માલ સામાન્ય હોય છે તેઓની દુકાનો તરફ લાખો, કરોડો મનુષ્યો ગ્રાહક થઈને જાય અને શ્રી સવજ્ઞવીર પ્રભુની દુકાનેથી ભાલ લેનારા થોડા મનુષ્યો હોય તેમાં અમને તો ગુમાસ્તાઓની બેદરકારી, અકુશળતા, અ૯૫ અનુભવ અને પ્રમાદપણું સમજાય છે. હવે તો ચેતવાની ખાસ જરૂર છે.
છસ્થાવસ્થામાં શ્રી વીર પ્રભુએ ચંડકોશીયા સર્પ પર જે દયા દર્શાવી હતી તેનું વર્ણન કરી શકાય તેમ નથી. શ્રી વીર પ્રભુના અનુયાયી એવા આપણે જે તે પ્રમાણે અન્ય કે જે આપણે કરતાં નીચી કોટિના છે છે તેઓના ઉપર દયા દર્શાવીશું તો આપણે શ્રી વીર પ્રભુના પગલે ચાલનારા ગણાઈશું. અન્ય જીવોના દુઃખોને નાશ કરવા શ્રી વીર પ્રભુની પેઠે દયાની દૃષ્ટિ ધારણ કરવાની જરૂર છે. જડ એવા ધન કરતાં અનંત ગણા મોટા અને પ્રિય જીવો જણવા જોઈએ. ગરીબ છોના ભલા માટે જ લક્ષ્મીનો વ્યય કરતાં જો હૃદય અચકાતું હોય તે જાણવું કે આપણે આત્મા ખરેખર જડ વસ્તુ કરતાં આત્માઓની અનન્ત ગણું ઉત્તમતા સમજવા લાયક બન્યો નથી અને તેથી ખરા ધર્મને સન્મુખ પગલું
For Private And Personal Use Only