________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
ધાર્મિક ગદ્યસંગ્રહ,
માત્રથી જેમ નિર્વિષ બનતો નથી તેમ મનુષ્ય ત્યાગીને વેષ પહેરવા માત્રથી કંઇ ત્યાગી બની શકતો નથી. મનમાં રહેલાં કષાયાદિનો ત્યાગ કરો એ ઘણું દુષ્કર કાર્ય છે. હજારો ગ્રન્થ વાંચી શકાય, લાખો મનુષ્યોને ઉપદેશ દેઈ શકાય પણ દુર્ગણ ઉપર જય મેળવવો એ ધાર્યા કરતાં ઘણું દુષ્કર કાર્ય છે. વિચારમાં લાખ ઘણું આવી શકે પણ આચારમાં તે એક ઘણું મૂકી શકાય તે ધન્યવાદ ઘટી શકે. પરમાત્માનું સ્વરૂપ એક ઘડીમાં વર્ણવી શકાય પણ પરમાત્મત્વ પ્રાપ્ત કરતાં તો અનેક અવતારો કરવા પડે છે. ઉપદેશક પિતાની વાણીથી ઉપદેશ દેઈને લાખો મનુષ્યને રંજન કરી શકે છે પણ તે પિતાના આત્માને રંજન કરે છે કે નહિ એ બાબતને નિર્ણય કરી શકાય નહિ. મનુષ્યો બાહ્યથી જે આચાર દેખાડે છે તે આચાર તેઓના અન્તઃકરણપૂર્વક છે કે નહિ તેને નિર્ણય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. મનુષ્યની પરીક્ષા કરતાં ઘણી ભૂલો થવાનો સંભવ છે. મનુષ્યોનાં હૃદય અવલોકવાથી મનુષ્યની કિસ્મત આંકી શકાય છે. મનુષ્યોના આત્માઓને સુધારવાના વિચાર કરવાનું કાર્ય ઘણું સહેલું છે પણ તેઓને સુધારવાના વિચારને આચારમાં મૂકી બતાવવાનું કાર્ય ઘણું કઠીન છે. મનુષ્યને સુધારવા જતાં પિતાના ઉપર આવી પડેલી ઉપાધિને સહન કરવાનું કાર્ય કંઈ જેવું તેવું ગણાય નહિ. ગમે તે દેશને અને ગમે તે જાતને મનુષ્ય હોય તેમાં જ્ઞાનિયે ભેદભાવ ધારણ કરતા નથી. મનુષ્યોના આત્માઓને સુવિચારો અને સુઆયારો વડે કેળવવા પ્રયત્ન કરનારા મનુષ્યોને ટિશ: ધન્યવાદ ઘટે છે. ધન પ્રાપ્ત કરી શકાય, કીતિ મેળવી શકાય, સત્તા મેળવી શકાય પણ ગુણાને મેળવવા એ કાર્ય ધાર્યા કરતાં ઘણું મુશ્કેલ છે. વિચારભેદ, મતભેદ, આચારભેદ, અને ધર્મભેદમાં સહિષ્ણુતા રાખનારા મુનિવરે અન્ય મનુષ્યોનું સારા ઉપદેશવડે ભલું કરી શકે છે. વિચારભેદ, આચારભેદ, અને ધર્મભેદ વગેરે બાબત જગતમાં ચાલતી આવી છે અને ચાલે છે તેનો કંઈ એકદમ નાશ કરી શકાય નહિ. પિતાના માટે ગળણું રાખી શકાય અને જલને ગળીને પી શકાય પણ મોટા સમુદ્રને ગળણું બાંધી શકાય નહિ.
પિતાની ઉપર જે વખત ઘણું લોકે ટીકા કરે તે વખતે પરમાત્માનું ભજન કરવું. પરમાત્માના ધ્યાનમાં, પરમાત્માની સ્તુતિ કરવામાં અને પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવામાંજ કાલ વ્યતીત કરે. ટીકા કરનારા મનુષ્યોના આત્માઓ તરફ શુદ્ધ પ્રેમથી જોવું. ટીકા કરનારાઓનું ભલું
For Private And Personal Use Only