________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
આવશે. કોઈની ધર્મ દુકાન સારી ચાલતી હોય તેથી આપણે તેની ઇર્ષા ન કરવી જોઈએ પણ તેના કરતાં ધર્મની સારી દુકાન બનાવવાની જરૂર છે. પોતાના કરતાં જે જે મનુષ્ય આચારોમાં, વિચારોમાં અને ગુણોમાં આગળ વધ્યા હોય તેઓની પેઠે પોતાને પણ આગળ વધવાની જરૂર છે પરન્તુ આગળ વધનારાઓને વિદ ન કરવો જોઈએ. આપણું ભારત દેશમાં અને તેમજ જૈનોમાં આવી ઉત્તમ દૃષ્ટિ ખોલશે એટલે પિતાની મેળે આગળ વધશે એમ નિશ્ચય માનવું. કોઇની પ્રશંસા સાંભળીને તેના ઉપર ઇર્ષ્યા ન કરતાં તેના કરતાં સારા થવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ ધારણ કરવી. સારૂં દેખીને સારા થાઓ. દુનિયા જેવડું મોટું હૃદય કરીને દુનિયામાંથી સાર ગ્રહણ કરો. જેટલું ઉદાર દીલ થશે તેટલા મહાન થશે. મનુષ્યોમાં જે કંઈ સારું દેખાય તે ગ્રહણ કરો. સારા થવા માટે શુભ દૃષ્ટિ ખીલવવાની જરૂર છે.
लायब्रेरी. વીતરાગનાં વચનોને હૃદયમાં ઉતારવાથી ખરા વિચારોની પ્રિયતા અવબોધાય છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચનો પ્રિય લાગવાથી સંસાર સમુદ્રનો અંત આવે છે. મહા પુણ્યના ઉદયે શ્રી વીતરાગનાં વચને ઉપર પ્રેમ પ્રગટે છે. શ્રી વીતરાગ દેવથી વાણીનું શ્રવણ થયા બાદ શ્રદ્ધા કરવી એ મહા દુર્લભ છે. ભવ્ય જીવોને વીતરાગનાં વચને હૃદયમાં રૂચે છે અને તેના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રી વીતરાગ દેવની વાણીનું આરાધન કરવાથી વીતરાગ દશાનું આરાધન થાય છે. આખા હિન્દુસ્થાનમાં એક મેટો જેનાગમ ભંડાર કરવાની જરૂર છે. એક મોટું અર્ધા માઈલનું મુકામ વ્યવસ્થાવાળું હોય, લાખો રૂપિયાના ખર્ચથી બંધાવેલું હોય, લખેલાં જૂનાં પુસ્તકોનું વ્યવસ્થા રહે અને હવા વગેરે પુસ્તકોને ન લાગે તથા અજવાળું આવે એવી વ્યવસ્થા હેય, દરેક સાધુઓનાં પુસ્તકો તેમની તરફથી સાચવવામાં આવે અને તેમના સંબંધે રહે એવા જૂદા જૂદા ઓરડા હાય, ઈંગ્લાંડની મોટી લાયબ્રેરી પેઠે સર્વ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય, વિજલી, અગ્નિ વગેરેથી પુસ્તકનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય, છાપેલાં દરેક જાતનાં પુસ્તકો રાખવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હોય, જૈનાગમ ભંડાર સ્થાનમાં બેસીને સર્વ પ્રકારની વ્યવસ્થાપૂર્વક વાંચનારાઓ પુસ્તક વાંચે અને લખનારાઓ
For Private And Personal Use Only