________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
પશુ
લખે એવી વ્યવસ્થા હોય, ભંડારમાં સારા સારા લાયબ્રેરીની વ્યવસ્થા કરે એવા વિદ્વાનેા રાખવામાં આવ્યા હોય, જૈનગમ ભડાર વા જેનાગમ લાયબ્રેરીની ચારે તરફ પવિત્રતા હોય, સાધુએ અને સાધ્વી આવીને ત્યાં વાંચે એવી વ્યવસ્થા હોય, દરેક જાતનાં ધર્મ પુસ્તકાનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હોય, અનેક આરડીએ તથા માળની વ્યવસ્થા હોય, લાખા વા કરાડે રૂપૈયાનું ફ્ડ કરીને જેમાં સ પુસ્તકાનેા સંગ્રહુ કરવામાં આવ્યા હોય, એવા જૈનાગમ ભંડારની વા લાયબ્રેરીની ઘણી આવ
શ્યક્તા છે.
For Private And Personal Use Only
૧૭
ગમેતેવી દશામાં પણ ઉચ્ચગુણાને ભૂલી જવા ન જોઇએ. સંકટની વેળામાં પણ ઉચ્ચગુણાથી ભ્રષ્ટ થવુ ન જોઇએ. ગુણ એજ આપણા પ્રાણ છે એમ સદાકાળ ખરા નિશ્ચયથી માનવું એઇએ. ગમેતેવી વર્ષાત્તયેાના પ્રસગામાં પણ અડગ રહીને ગુણાને સેવવા જોઇએ. વિપત્તિયેાથી શુદ્ધ જીવન કસાય છે અને ઉચ્ચ થવાને માર્ગ દેખી શકાય છે. કષ્ટ, છેદ અને તાપ એ ત્રણમાંથી આત્માને પસાર કરવા જોઇએ. દુઃખના પ્રસ’ગામાં ઉચ્ચ થવાના વિચાર થાય છે. દુઃખના પ્રસંગામાં પશુ દીનતા તે કદી ન ધારણ કરવી જોઇએ. નરક અને નિગેાદનાં દુઃખા જેણે સહ્યાં છે એવા આત્માએ મનુષ્યના ભવમાં દુ:ખથી ન ગભરાવુ જોઇએ. ગમે તે રીતે પણ પ્રાપ્ત થએલાં દુઃખા સહન કર્યાં વિના છૂટકો થવાને નથી ત્યારે દીનતા, શાક, હાય વરાળ, ગભરામણ, અને ચિન્તા વગેરે કરવાથી કાઇપણ જાતના કાયદે! થવાને નથી. એમ નિશ્ચય કરીને દુ:ખાના સામા અડગ ઉભા રહીને ગુણાનું સેવન કરવુ જોઇએ. દુઃખ પડયા વિના સુખનુ ભાન થતું નથી. દુ:ખના પ્રસંગાથી વસ્તુતઃ વિચારીએ તા ઘણું શિખવાનુ` મળે છે. અપેક્ષાએ વિચારીએ તે। દુઃખે। એ ભવિષ્યની સુખ જીંદગીને ગુરૂ છે. દુ:ખથી વ્હીનુ નહિ અને તેમજ દુ:ખનુ કારણ એવું કર્મ છેદવાને દરરાજ પ્રયત્ન કરવા. દુઃખના પ્રસંગાને ઉત્સવ સમાન માનીને સમભાવે સહન કરવા જોઇએ. દુઃખના પ્રસંગાથી ઉદયની દિશા સુઝી આવે છે. દુઃખના પ્રસંગેા મળતાં સત્ય જીવનની ઉચ્ચતાની દિશા સુઝી આવી છે. દુઃખના પ્રસંગે જેએનું આત્મબળ જાગૃત્ રહે છે તેવા જ્ઞાતિમનુષ્યાનું અનુકરણ કરીને આપણી જીંદગી ઉતમ બનાવવા પ્રયત્ન કરવા જોઇએ. આત્મામાં અનંત શકિત છે. આત્માને આત્મભાવે ધારીને પરમાત્મપદ પ્રગટાવવા પ્રયત્ન કરવા એજ સત્ય માર્ગ છે.
3