________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
સગુણા તરફ અલય કરે છે. પુરૂષ સદ્ગણોને ઉત્તમ ધન સમજે છે, સદ્દગુણોને જ ઉત્તમ રાજ્ય સમજે છે. જે મનુષ્યની પાસે જે ગુણો હોય તેને ગ્રહણ કરો. દુર્ગણી મનુષ્યોની કદી નિન્દા કરવી નહિ. દુર્ગુણ ધારણ કરનારા તરફ કરણાભાવ ધારણ કરવો. સપુરૂષો કે જેઓ ગુણોના અર્થ છે તેઓની સુવર્ણની પેઠે કસોટી થાય છે. પુરૂષો ઉદાર દિલથી અપરાધીઓને ક્ષમા આપે છે. અપરાધી જી ઉપર ક્ષમા આપવાથી તેઓ પડે છે તેની મોટપણમાં પ્રાય: અસર જતી નથી. સત્વગુણી દુનિયાને બનાવવા માટે મહાત્માઓ પ્રયત્ન કરે છે. ચારે ખંડના મનુષ્યનો તિરસ્કાર કરવા માટે તમારે જ... નથી. દુનિયામાં તમારા વિચારથી પ્રતિપક્ષી જે જે હોય તેઓની નિન્દા કરવા માટે તમારો જન્મ નથી. દુનિયામાં તમને જે ન રૂચે, તમને જે ન ફાવે અને તમારાથી જે પ્રતિકૂલ હોય તેઓના પ્રતિ હેપ ધરાવવા માટે તમારો અવતાર નથી. દુનિયામાં તમારા વિચારે જીવતા રહે અને અન્યોના વિચારો મરી જાય તે માટે અશુભ ઉપાયો લેવા તેમાં તમારી જીદગી વાપરશે નહિ. વિચારે અને આચારમાંથી તમને જે સત્ય લાગે તે ગમે ત્યાંથી ગ્રહણ કરીને તમારી ઉચ્ચ દશા કરવા પ્રયત્ન કરે. કોઈ પણ મનુષ્યને વા પંખી પશુ વગેરેને મદદ આપવા માટે તમારે હાથ લંબાવ જોઈએ.
આત્માના સુખની પ્રાપ્તિ માટે સર્વ બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરે પડે છે. અન્તરથી થતા મમત્વ પરિણામને ત્યાગ તેજ ખરો ત્યાગ છે. બાહ્ય વસ્તુઓ પર મમત્વ રહેતું નથી ત્યારે ગમે તે વસ્તુઓને ધર્મના માટે ત્યાગ કરવામાં આવે છે. જગતની વસ્તુઓને પોતાની કપીને બ્રાન્ડ મનુષ્યો દુઃખ પામે છે. જડ વસ્તુઓને પિતાની લક્ષ્મી કલ્પવાથી અને મનુષ્ય જડ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. મૂઢ મનુષ્યોને અગ્યારમાં પ્રાણ રૂ૫ ધન લાગે છે. ધન એ અગ્યારમ પ્રાણ છે એ કહેવત મૂઢ મનુ
ને લાગુ પડે છે. જડમાં બંધાયેલું મમત્વ ખરેખર બાહ્ય પ્રાણોના નાશ માટે થાય છે અને તેમજ ભાવ બાણુના નાશ માટે પણ તે થાય છે. ધનના નાશથી ઘણુ મનુષ્યો ગાંડા બની ગયા છે અને વર્તમાનમાં ગાંડા બનેલા દેખવામાં આવે છે. જ્યાં સુધી અન્તમાં બાહ્ય વસ્તુની મમતા સ્પરે છે ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. આત્માના પ્રદેશોની ચંચળતા કરનાર ખરેખર પર વસ્તુની મમતા છે. આત્મામાં ભમતાના વિચારો જે જે પ્રગટે તેને તુર્ત પાછા હઠાવવા. મમતા વિનાને મનુષ્ય ખરેખર તેની ચારે
For Private And Personal Use Only