________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
તરફ અનેક વસ્તુઓ છતાં ત્યાગી છે. અન્તમાં જડ વસ્તુઓની મમતાની ફુરણ ઉઠે છે ત્યાં સુધી ખરેખરૂં ત્યાગીપણું નથી. કેટલાક બાહ્યથી ત્યાગી હોય છે, પણ અન્તથી ત્યાગી હોતા નથી. કેટલાક અન્તથી ત્યાગી હોય છે પણ બાઘથી ત્યાગી દેતા નથી. કેટલાક બાહ્યથી ત્યાગી હેતા નથી અને અન્તથી પણ ત્યાગી દેતા નથી. કેટલાક બાહ્યથી પણ ત્યાગી હોય છે અને અંતરથી પણ ત્યાગી હોય છે. શરીરાદિકની સંરક્ષા માટે ધર્મની અપેક્ષાએ વસ્ત્ર પાત્ર પુસ્તક વગેરે જે જે સાધને રાખવામાં આવે છે તે પરિગ્રહ તરીકે ગણાતાં નથી. જેઓની સાધ્યષ્ટિ ઠેકાણે છે એવા મહાત્માઓને ઉપકરણે વગેરે વસ્તુઓથી પ્રતિબધનત્વ પ્રાપ્ત થતું નથી. અતથી સર્વ વસ્તુઓનો ત્યાગ એજ ખરેખરૂં મુકતત્વ વા સ્વતંત્રત અવબોધવું. કોઈ પણ બાહ્ય જડ વસ્તુઓને નાશ થતાં વા ચોરાતાં મનમાં જરા માત્ર શોક વા અરતિ ઉત્પન્ન ન થાય અને કર્તવ્યની સાથે આત્માની સહજ દશા બની રહે ત્યારે જાણવું કે મમત્વ ઘટયું. ત્યાગની પરીક્ષાની કસોટીમાંથી પસાર થવા હે ચેતન ! પ્રયત્ન કર. ખરેખરી ત્યાગાવસ્થા પ્રાપ્ત કરવા ઉપસર્ગ અને અપવાદને ધ્યાનમાં રાખી પ્રયત્ન કર.
દીર્ધદષ્ટિથી વિચાર કરીને પ્રત્યેક કાર્ય કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. હું જે કાર્ય કરું છું તેનું ભવિષ્યમાં શું પરિણામ આવશે? તેને હૃદયમાં વિચાર કરવો જોઈએ. દીર્ધદષ્ટિથી વિચાર કર્યા વિના જે કાર્ય કરવામાં આવે છે તેથી કાર્ય હાનિ પશ્ચાત્તાપ વગેરે પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્ય કરવું હોય તે તે કાર્ય સંબંધી ચારે તરફથી વિચારો કરવા. જે કાર્ય કરૂં છું તેમાં મારો અધિકાર છે કે નહિ ? અને તે કાર્ય કરતાં હાનિ કરતાં લાભ વિશેષ છે કે નહિ તેને સ્થિર દૃષ્ટિથી વિચાર કરો. વૃદ્ધ જ્ઞાની મનુષ્યની સેવા કરવાથી દીર્ઘ દૃષ્ટિ ગુણની પ્રાપ્તિ થાય છે. કાર્યો કરતાં અને તત સંબંધી વિચારો કરતાં કરતાં દીર્ધદષ્ટિ ગુણની પ્રાપ્તિ થાય છે. ધમાલ કરીને કાર્ય કરનારા મનુષ્યો ભવિષ્યકાળનો વિચાર કરી શકતા નથી. દીર્ધદષ્ટિથી કાર્ય કરવામાં ખરો વિવેક ગુણ પ્રાપ્ત થાય છે અને પરિણામે સુંદર કાર્ય થાય છે. દરેક કાર્ય સંબંધી ઉંડે વિચાર કર્યા વિના અને તે સંબંધી આજુબાજુના સંયોગોને અનુભવ કર્યા વિના કાર્યો કરવામાં ઘણી ભૂલો થઈ જાય છે. સ્વપરનું કલ્યાણ થાય તથા કોમ સમાજવર્ગ દેશ, ધર્મ વગેરે કોઇની હાનિ ન થાય અને દરેક વ્યક્તિનું દ્રવ્ય તથા ભાવથી કલ્યાણ થાય અને પરંપરાએ પણ ઉત્તમ કૂલ પ્રાપ્ત
For Private And Personal Use Only