Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
१५
(૧૩)ત્યાંથી આવી તેરમા ભવે ગુણસેન અને અગ્નિશમ અનુક્રમે સેન, વિષેણ નામે બે પિત્રાઇ ભાઇ થયા. જેમાં વિષેણે સેનને પૂર્વ વૈરયોગે માર્યો. (૧૪)ત્યાંથી આવી ચૌદમા ભવે ગુણસેન નવમા ગ્રેવેયક અને અગ્નિશમાં છઠ્ઠી નરકે ઉત્પન્ન થયો. (૧૫)ત્યાંથી આવી પંદરમાં ભવે ગુણસેન, ગુણચંદ્ર નામે વિધાધર થયો, અને અગ્નિશર્માએ વાણવ્યંતર થઇ પૂર્વના વૈરને લઇ ગુણચંદ્રને પીડા ઉપજાવી. (૧૬)ત્યાંથી આવી સોળમા ભવે ગુણસેનનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાને કલ્પાતીત દેવ થયો, અને અગ્નિશમનો જીવ સાતમી નરકે ગયો.
(૧૭)માંથી આવી સતરમા ભવે ગણસેન સમરાદિત્ય નામે રાજ થયો, અને અગ્રિામ ગિરિસેન નામે ચાંડાળ થયો. શ્રી સમરાદિક સર્વજ્ઞ અને સર્વદશી પ્રસ્તાવના થઇ સિદ્ધ થયા, અને ચાંડાળ અનંત સંસાર રઝળ્યો. આ પ્રમાણે ક્રોધનું ફળ અતિ દારૂણ છે.
કુવાસનાવાળા જીવને ઉત્પન્ન થયેલો કષાયરૂપી અગ્નિ સમતારૂપી જળથી શમી જાય છે, અને તું જિનપ્રભુના વચનરૂપી અમૃતથી સિંચાએલો છે, છતાં તારો ક્રોધાગ્નિ શાંત થતો નથી એ આશ્ચર્યની વાત છે. માટે હે હરિભદ્ર ! ક્રોધને કાઢી નાખ અને આ બૌદ્ધોને મારવાનો સંકલ્પ તું છોડી દે.
આ શબ્દોથી તેમના મન પર સુંદર અસર થઈ અને તેઓ ઉપશાંત બન્યા. આ ગાથાઓને આધારે શ્રી હરિભદ્રસૂરિએ માગધીમાં સમરાઇચ્ચ કહા–સમરાદિત્યકથા નામનો ગ્રન્થ લખ્યો છે. જે વૈરાગ્ય રસથી ભરપૂર છે. તેના ઉપરથી સંસ્કૃતમાં શ્લોકબંધ ગ્રન્થ રચવામાં આવ્યો છે અને ગુજરાતીમાં પણ સમરાદિત્ય કેવળીનો રાસ રચવામાં આવ્યો છે.
શ્રીમદ્ હરિભદ્રસૂરિએ ૧ ગ્રન્થો રઆ છે, પણ તેટલા હાલ મળી આવતા નથી, તેમાંના આશરે ૫૦-૬૦ જુદે જુદે સ્થળે મળી આવે છે. મુસલમાની વખતમાં, તેમાં પણ મહમદ ગઝની અને અલ્લાઉદીનની ચડાઇ વખતે હિંદુમંદિરોને શોષાવું પડ્યું હતું, તેમ જૈનમંદિરો તથા પુસ્તકોની પણ ખુવારી થઈ હતી. અથવા મૂળ ગ્રન્થોની ઝાઝી પ્રતો ન લખાઇ હોય અને જે લખાઇ હોય તે અમુક અપ્રસિદ્ધ સ્થળે રહી હોય, અને ફરીથી તે લખાય તે પહેલાં તેના પૌગલિક સ્વભાવને લીધે જીર્ણ થઇ નાશ પામી હોય તો તે પણ બનવા જોગ છે. જે ગ્રન્થો હાલ મળી આવે છે તેમના નામ નીચે પ્રમાણે છે. (૧)શ્રી દશવૈકાલિક લઘુવૃત્તિ (૨)શ્રી દશવૈકાલિક બૃહદવૃત્તિ (૩)શ્રી નંદીસૂત્ર લઘુવૃત્તિ (૪)શ્રી આવશ્યક સૂત્ર ઉપર શિહિતા ટીકા(બ્રહવૃત્તિ) (૫)શ્રી પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા(લઘુવૃત્તિ) (૬)શ્રી જંબુદ્વીપ સંગ્રહણી (૭)શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા (૮)શ્રી ચૈત્યવંદન વૃત્તિ (૯)શ્રી લલિત વિસ્તરા(ચૈત્યવંદન બૃહ વૃત્તિ) (૧૦)શ્રી કપૂરાભિધ સુભાષિત કાવ્ય (૧૧)શ્રી ધૂર્વાખ્યાન (૧૨)શ્રી મુનિપતિ ચરિત્ર (૧૩)શ્રી સમરાદિત્ય ચરિત્ર (૧૪)શ્રી પંચવસ્તુ, સ્વોપજ્ઞવૃત્તિ (૧૫)શ્રી પંચસૂત્ર સ્વપજ્ઞવૃત્તિ (૧૬)શ્રી અટક (૧૭)શ્રી ષોડશક (૧૮) શ્રી પંચાશક (૧૯)શ્રી શ્રાવકધર્મવિધિ (૨૦)શ્રી ધર્મબિંદુ (૨૧) શ્રી યોગબિંદુ. (૨૨)શ્રી યોગદષ્ટિ સમુચ્ચય સ્વોપજ્ઞવૃત્તિ (૨૩)શ્રી યોગવિંશતિ (૨૪) શ્રી ન્યાય પ્રવેશક સૂત્રવૃત્તિ (૨૫) ન્યાયાવતાર વૃત્તિ (૨૬)ન્યાયવિનિશ્ચય (૨૭) ધર્મસંગ્રહાણી (૨૮) વેદબાહ્યતાનિરાકરણ (૨૯) વદર્શન સમુચ્ચય (૩૦) દર્શની (૩૧) અનેકાંતવાદપ્રવેશ (૩૨) અનેકાંતજયપતાકા સ્વપજ્ઞવૃત્તિ (૩૩) લોકતસ્વનિર્ણય
Jan Education International
For Private & Personal Use Only
www.janelibrary.org