________________
. ધર્મસંગ્રહ ભાગ-૪ | પ્રાસ્તાવિક કષ-છેદ-તાપશુદ્ધ ધર્મનું સ્વરૂપ, આદિધાર્મિક આદિની ભૂમિકા, સમ્યક્તનું દ્રવ્યથી-ભાવથી સ્વરૂપ તથા દસ પ્રકારના સમ્યક્તને ખૂબ ધ્યાનથી વાંચી મનન કરવા યોગ્ય છે.
વળી, શ્રાવકધર્મના બારવ્રતના અવાંતર ભાંગા છે અને ભગવાને બતાવેલ શ્રાવકધર્મ મોક્ષનું કારણ કઈ રીતે બને છે. શ્રાવકધર્મના અનુષ્ઠાનના યોગ્ય ભાવોની સૂક્ષ્મતા વિવેચનકાર સુશ્રાવકશ્રી પ્રવીણભાઈએ સરળ ભાષામાં સુંદર રીતે બતાવી છે, જેને વાંચતા-મનન કરતા શ્રાવકધર્મનું રહસ્ય સમજાતું જાય ? સાથે સાથે સર્વજ્ઞ એવા તીર્થંકર પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય કે કેવો સરસ ધર્મ પ્રભુએ ચારિત્રધર્મ બતાવ્યો છે.
-: ઋણ સ્વીકાર :યોગબીજ પ્રાપ્તિના તેર કારણમાંથી એક કારણ એવા ગ્રંથલેખન કરવાનો અનુપમ અવસર મને પ્રાપ્ત થયો. ગાઢ મિથ્યાત્વના પ્રબળ કારણ મોહ સામ્રાજ્યથી ઘેરાયેલ સંસારથી શાંત પ્રશાંત ઉપશાંત સૌમ્ય ધર્મસામ્રાજ્યનો યત્કિંચિત્ મુજજીવનમાં અનુભવ કરાવનાર જડ-ચેતન એવા ઉપકારીઓનો યત્કિંચિત્ ઋણ સ્વીકાર; કેમ કે સાચો ઋણ સ્વીકાર મોક્ષમાર્ગમાં આગળ વધી સમકિતના સહારે ભાવચારિત્રના યથાર્થ પાલન દ્વારા સામર્થ્ય યોગથી કેવલજ્ઞાન પામી યોગનિરોધ કરી નિર્વાણને હાંસલ કરી સિદ્ધિપદને વરશુ ત્યારે થશે. પરંતુ તે પામી શકાય તેના માટે પ્રેરણા-સામગ્રી આદિ અર્પણ કરનાર જગતમાં જેનો જોટો ન જડે તેવા સુદેવ-સુગુરુ-સુધર્મને પ્રદાન કરનાર પરમાત્માની અસીમ કૃપા મુજ પર ઊતરે તે જ અભ્યર્થના.
तुभ्यं नमस्त्रि भुवनातिहराय नाथ ! तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय । तुभ्यं नमः क्षितितलाऽमलभूषणाय, तुभ्यं नमो जिनभवोदधि शोषणाय ।।
અનંતા અરિહંત અને અનંતા સિદ્ધોનો ઉપકાર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર છે પરંતુ વર્તમાન ભવમાં જેના દર્શન-વંદન-અર્ચન-પ્રતિમા દ્વારા અનન્ય ઉપકાર થયો છે તેવા વૈલોક્યલલાયભૂત, ત્રિભુવનાર્તિહર, ક્ષિતિતલામલભૂષણ, ભવોદધિ શોષણ કરનાર જગનૂરુ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ પ્રગટ પ્રભાવી શંખેશ્વર મંડન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય, શાંતિદાયક શ્રી શાંતિનાથ, આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી વસુ દ્વારા અર્પિત વાસુપૂજ્ય સ્વામી અને શ્રેયકારી એવા શ્રેયાંસનાથ એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું. મારા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું.
अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मिलीतं येन तस्मै श्री गुरवे नमः ।। “સુહગુરુ જોગો - તબ્બયણસેવણા આત્મવમખંડા”
મુજ સંયમજીવનના સાર્થવાહ, રક્ષણહાર, તારણહાર માર્ગદર્શક સદ્ગુરુવર્યનો યોગ-યોગાવંચક બની ફલાવંચકયોગમાં પરિણમન પામે તેવી મહેચ્છા. વધુ તો શું કહેવું ! પરમોધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના શબ્દો યાદ આવે છે.