Book Title: Bramhacharyashram Author(s): Kaniyalal Munshi Publisher: Kanaiyalal Munshi View full book textPage 7
________________ બ્રહ્મચર્યાશ્રમ ના મોટા વહેપારી, ટીલા વગરના ગેસ્વામી મહારાજ જેવા લાગતા, જાડા ને રૂપાળા ગંગાદાસ શેઠ પેટમાં વમળ આવતાં હોય તેમ પેટ દાતા, કટી જાણું મેં કરી નોત્તમ સામું જોઈ રહ્યા છે. એટલા પર એક તરફ પ્રોફેસર છોટુભાઈ જગતની ચિંતા એમના માથા પર આવી પડી હોય એવી મુખમુદ્રાથી તકલી કાંતતા દેખાય છે.] ગંગાદાસ (કડવું મોટું કરી) જહાનમમાં ગઈ આ જેલ! નરેદત્તમ (કુદવાનું બંધ કરી હાંફતાં) કોણે કહ્યું હતું કે “નમક કાયદા ? તોડે, મીસ્તર ? ગંગાદાસ (પેટ દાબતાં) જેલની ક્યાં વાત છે ? ખબર છે? મારી બૈરી માંદી છે. ને આજે ત્રણ દહાડા થયાં હું જવાબની રાહ જોઉં છું. પણ હજી જવાબ આવતો નથી. | મુરલીધર ( આગળ આવીને) ગંગાદાસ ! તમારી wife તે માંદી છે; પણ મારી તો રેજ પીકેટીંગમાં જાય છે. આજે મળવા નહીં આવે, તે જરૂર પોલીસે એનું માથું ફોડી નાખ્યું. હશે “ય: સર્વત્રાનભિન્મેહસ્તત્ તત્કાપ્ય શુભાશુભમ્ ' (બબડતો ફરવા માંડે છે.) નરોત્તમ (દાંત પીસીને) પણ આ કમબખ્તોએ મારે કાગળ કેમ મેલા નહીં ? મને તે ખાત્રી છે કે આજે ચાર દિવસ થયાં એ ઓફીસમાંજ પડી રહ્યો છે. છેટુભાઈ (હસીને) મારે કાગળ ગઈ વખતે ઓફીસે આઠ દહાડા રાખ્યો હતે. નરોત્તમ (કમરનો પટ ઠીક કરતાં) કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 96