Book Title: Bramhacharyashram Author(s): Kaniyalal Munshi Publisher: Kanaiyalal Munshi View full book textPage 6
________________ બ્રહ્મચર્યાશ્રમ અંક પહેલો [ સમયઃ ૧૯૩૦ ના મહીનાની એક બેપર. સ્થલઃ જેલ, “એ” વર્ગના કેદીને યાર્ડ. નવ નાની નાની ઓરડીઓ દેખાય છે. એક તરફ જાજરૂની છાપરી અને બીજી તરફ જેલમાં જ બંધવામાં આવતું હવાડો છે. એ” વર્ગના સત્યાગ્રહી કેદીઓને અહીં રાખવામાં આવ્યા છે. એકસફર્ડન બી. એ. ને આશાસ્પદ બેરીસ્ટર નરેશત્તમ દલાલ માત્ર શેટ” અને સફેદ ખમીસ પહેરીને કંપાઉંડમાં એકજ જગ્યાપર પંપ ઉંચે નીચે થતું હોય એવી કુદવાની કસરત કરે છે. તે મજબુત બાંધાને, સશકત અને સ્વરૂપવાન પચ્ચીસેક વર્ષના યુવક છે. જાણે કંપાઉંડમાં કુદવાની કસરત કરવાથી સ્વરાજ્ય પળેપળ પાસે આવતું હોય એ એના માં પર ભાવ છે. મુરલીધર પંડિત ચાલીશેક વર્ષના, સુકા ને ઠીંગણું ધારાશાસ્ત્રી, ચારે છેડે ઘેતીઉં પહેરી, પાવડી પર ચઢી, જાણે કેઈ વિપ્રવર્ય અધીરાઈથી યજમાનના નોંતરાની વાટ જોતા હોય તેમ આમથી તેમ ફરતા દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 96