Book Title: Bramhacharyashram Author(s): Kaniyalal Munshi Publisher: Kanaiyalal Munshi View full book textPage 4
________________ ઉપઘાત ચરેડા જેલમાં લખેલું પ્રહસન આજે પ્રગટ થાય છે. એને ફાર્સ કહી શકાય. એમાં ગંભીર અને સુંદર વસ્તુની ઠેકડી જોઈ ગાંભીર્યપ્રેમી જાતીને જરા આઘાત થશે. આમાં ઘણી વસ્તુઓ જેને હું સુંદર કે ભવ્ય માનું છું તેની ગમત કરી છે. પૂ. ગાંધીજી વિશે પણ એક બે ઉલ્લેખ એવા છે ખરા. મારા સન્માન્ય પ્રિય મિત્રો, જે જેલમાં સાથે હતા તેમની તે સૂચનાથી જ તેમનાં લક્ષણેની ગમત કરી છે. મારા પિતાનાં લક્ષણોની ઠેકડી પણ રહી નથી ગઈ. પણ દુનીઆમાં ગમ્મત કરનારાઓ છે, ત્યાં સુધી ગમતનું સ્થાન સાહિત્યમાં જરૂરનું છે. અને અગત્યની વસ્તુની પણ ગમત કરવાનું મન મને સાહિત્ય લખતાં ઘણી વાર થાય છે. વાસ્તવિક દુનીઆથી દૂર જેલમાં ગમત કરવાનું મન સહેલાઈથી થાય એ સ્વાભાવિક છે. આશા છે કે ગંભીર વાંચકે ક્ષમા આપશે ને હાસ્યરસિકે એનાથી નહીં કંટાળે. બાબુલનાથ રોડ ૩ મું બા છે : તા. ૧૦:૧૦:૩૧ કનૈયાલાલ મુનશી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 96