________________
ભારતીય ધમધ
નિરૂપિત ધર્મ અનુસરતા હોય કે તેવા ધર્મ પાળતી કુલપરંપરામાં રહેલા હોય તે હિંદુ કહેવાય એવુ કહીએ તેા ચાલે. હિંદુ શબ્દ ખરી રીતે ઈરાનીએએ પ્રયેાજેલું સિ ંધુ દેશના નામનું ઈરાની રૂપાંતર છે. હિંદુ ધર્મ શાસ્ત્રમાં હિંદુધર્મ એવુ નામ ભાગ્યે જ પ્રયોજાયું છે. એમાં તે ધર્મ કે સનાતન ધર્મ એવા શબ્દ પ્રયોજ્યા છે. છતાં તેને જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ વગેરેથી અલગ એવા પુરાતન ભારતીય ધર્માંના અર્થ દર્શાવવા મધ્યકાલથી ‘હિંદુ ધર્મ' શબ્દ રૂઢ થયા છે.
२०
વ્યાપક અર્થમાં જૈનધર્મ અને બૌદ્ધધર્મીના એમાં સમાવેશ કરાય પરંતુ સીમિત અમાં તેમાં શ્રુતિ-સ્મૃતિમાં નિરૂપિત ધર્માંના જ અર્થ ઘટાવાય છે, તે જૈન તથા બૌદ્ધધર્મને અલગ ગણવામાં આવે છે. આ સંકુચિત અર્થ દર્શાવવા માટે અ ંગ્રેજીમાં બ્રાહ્મણુધ' શબ્દ પ્રયોજાયો છે. પર ંતુ એ શબ્દ એને વધુપડતા મર્યાદિત બનાવી દે છે.
હિંદુધર્મના વિકાસના તબક્કા
આપણે જોયું કે હિં દુધર્માંનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ પડે છે. એનું કારણ એ છે કે તેના પ્રવકાએ યુગે યુગે તેના બાહ્ય માળખામાં ફેરફાર કર્યો છે. પરિણામે હિંદુધર્મનું પોત પારખી શકાતું નથી, તેના આત્મા પકડી શકાતા નથી. પરિણામે હિંદુધર્માંના કોઈ એક રીતે સળંગ અભ્યાસ થઈ શકતા નથી, હિંદુધના વિકાસ ઇતિહાસના ઊગમકાલથી આજદિન સુધી થયો છે.
હિંદુધર્માંના ક્રમિક વિકાસ ભારતના ઈતિહાસની સાથે થયા છે, તે હકીકતને ધ્યાનમાં લઈ શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ હિંદુધર્મના નીચે મુજબના પાંચ તબક્કાએ પાડે છે.
(૧) વેદયુગ અથવા શ્રુતિયુગ—(ઈ. સ. પૂ. ૧૫૦૦ (?)થી ઈ. સ. પૂ. ૬૦૦⟩ (આ યુગના આરંભકાળ નક્કી થઈ શકતા નથી.) આ યુગમાં વૈદસાહિત્યના વિકાસ થયા. તેમાં વે, ઉપનિષદો, આરણ્યકા, બ્રાહ્મણુત્ર થા વગેરે ગણાવી શકાય.
(૨) સ્મૃતિયુગ અથવા પૌરાણિકયુગ—(ઈ. સ. પૂ. ૬૦૦થી ઈ. સ. ૮૦૦) આ યુગમાં પૌરાણિક સાહિત્ય, જેવાં કે વેદાંગસૂત્રો, પુરાણા, મહાકાવ્યે વગેરે ગણાવી શકાય.
(૩) આચાર્ય યુગ—(ઈ. સ. ૮૦૦થી ૧૨૦૦) આ યુગમાં વેદાંગી આચાર્યાએ પોતાના સિદ્ધાંતા દ્વારા હિંદુધર્મની પ્રતિષ્ઠા વધારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org