________________
હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયે (સંક્ષિપ્ત પરિચય) | ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીકાલના રાજવીઓએ શૈવધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. સોલંકીવંશના આદ્યસ્થાપક મૂલરાજ ૧લે પરમ શિવભક્ત હતે. આ વંશના રાજવીઓએ ગુજરાતમાં અનેક શૈવમંદિરે પિતાના રાજ્યકાલ દરમ્યાન બંધાવ્યાં હતાં.
વિ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭)ને સિન્દ્રામાં જળવાયેલ ત્રિપુરાન્તક પ્રશસ્તિમાં જણાવ્યું છે કે “શિવ લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશરૂપે અવતર્યા. એમના ચાર શિષ્ય શિક, ગર્ગ, કૌરુષ અને મૈત્રેય હતા.”
ભારતમાં મૂર્તિકલાનો વિકાસ થતાં ગુપ્તકાલમાં અને તે પછીના સમયમાં શૈવપ્રતિમાનું વિવિધ સ્વરૂપે સર્જન થવા લાગ્યું. શિવાલયના ગર્ભગૃહમાં શિવલિંગની પ્રતિમા સ્થાપવામાં આવતી. પરંતુ મંદિરની દીવાલ ઉપર દેહ સ્વરૂપ પ્રતિમાઓ કંડારવામાં આવતી. આવી પ્રતિમાઓ એલરા, સેમનાથ, મેઢેરા, શામળાજી તથા દક્ષિણ ભારતનાં અનેક દેવમંદિરમાંથી મળી આવે છે. શિવનાં સામાન્ય સ્વરૂપમાં ચંદ્રશેખર, નટરાજ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર તથા વિશિષ્ટ સૌમ્ય સ્વરૂપમાં રાવણનુગ્રહ, અર્જુનનુગ્રહ સૌમ્ય સ્વરૂપે તથા રૌદ્ર સ્વરૂપમાં અંધકાસુરસંહાર, ત્રિપુરાન્તક, યમારી, કંકાલ, ભૈરવ, વીરભદ્ર વગેરે સ્વરૂપે ભારતમાં જુદે જુદે ઠેકાણેથી મળે છે. ગુજરાતમાં ડાઈ અને ઝિંઝુવાડાના કિલ્લાની દીવાલો તથા દરવાજામાંથી પણ અનેક શૈવપ્રતિમાઓ મળે છે.
આ સર્વ જોતાં આપણને શિવનાં બે પ્રકારનાં સ્વરૂપ સ્પષ્ટ રીતે નજરે પડે છે: (૧) રૌદ્ર (૨) કલ્યાણકારી-સૌમ્ય. શિવના ભક્તો શિવને કદીક રૌદ્ર સ્વરૂપે તે કદીક કલ્યાણકારી-સૌમ્ય સ્વરૂપે પૂજે છે. સામાન્ય જનતામાં એવી માન્યતા પ્રવર્તે છે કે શિવ પોતાની પત્ની ઉમા સાથે હિમાલયના કૈલાસ શિખર ઉપર વશે છે. રામાયણમાં ગંગાવતરણની કથામાં સ્વર્ગની ગંગાને શિવે પોતાની જટામાં કેવી રીતે સમાવી લીધી તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય જનતામાં તે ઘણું જ કપ્રિય બન્યું છે. શિવ પોતે દિગંબર છે. તેઓ વ્યાઘચર્મ ધારણ કરે છે. તેમના હાથમાં ત્રિશળ અને ડમરુ હોય છે. તેમનું વાહન નંદી-વૃષભ હોય છે. વળી એવી પણ માન્યતા છે કે તેઓ સ્મશાનમાં પોતાના શરીરે ભસ્મ લગાવીને પડી રહે છે..
કેટલાક શિવમાં અગ્નિનું સ્વરૂપ પણ કહે છે. તેઓ માને છે કે શિવની જળાધારી એ અગ્નિની વેદી અને શિવની જટા એ ચકરાવા લેતી અગ્નિની શિખા છે અને શિવને ગળે ભતું કાળું વિષ તે ભડભડ બળતી જ્વાળામાં કેઈકવાર દેખાતે ધૂમને ગટે છે જેનાથી અગ્નિ બુઝાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org