Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 235
________________ ભારતીય ધ પર પશ્ચિમની સંસ્કૃતિની અસર २२५ આમ પશ્ચિમની સંસ્કૃતિએ ભારતીય પ્રજાનાં નીતિ, વિચાર, કેળવણી, ધર્મ, વ્યવહાર, સાહિત્ય, વેપાર વગેરે ઉપર વ્યાપક પ્રમાણમાં અસર કરી. ભારતીય - જીવનધોરણ બદલાઈ ગયું. સામાન્ય સમીક્ષા . પૂર્વની કે પશ્ચિમની કોઈ પણ સંસ્કૃતિ સ્વયંપૂર્ણ તે નથી જ. આજે તે દરેક માનવી અસ્તવ્યસ્ત, અસહાય અને ભેગા મળીને આગળ વધવાને માટે અશક્ત દેખાય છે. દરેક ઠેકાણે વાડાબંધી છે. વાદનું વર્ચસ છે. દરેક પ્રજાની આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકટ છે. પ્રજાના આર્થિક અને સામાજિક ઉદ્ધારને પ્રશ્ન આજે દરેક દેશ માટે પ્રાણપ્રશ્ન છે. આ સર્વેમાંથી મુક્તિ મેળવવા પૂર્વ અને પશ્ચિમની પ્રજાએ તેમના ભવ્ય ઈતિહાસના ખોટા ખ્યાલો છોડી દઈને એકબીજાની નજીક આવવું જોઈએ. પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમના. ભૌતિકવાદને સમન્વય થાય તે સમગ્ર માનવજાતને ઉદ્ધાર થાય. એ હેતુને ખ્યાલમાં રાખીને વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ગાંધીજી જેવાએ માનવ કલ્યાણનું કાર્ય આરંવ્યું. ગાંધીજીએ લોકસેવાના કાર્યમાં પ્રજાના સામાજિક, રાજકીય, આર્થિક અને નૈતિક ઉદ્ધારને કેન્દ્રમાં રાખ્યાં છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની વિભાવના અને પ્રેતભેજન જેવાં અનિષ્ટનું નિવારણ કરવામાં તેમના આચાર તથા ઉપદેશે હિંદુ સમાજ પર પ્રબળ અસર કરી. લોકસેવાની એમની આ ભાવનામાં પ્રાચીન ભારતની આધ્યાત્મિકતા અને ખ્રિસ્તી ધર્મની વિશ્વપ્રેમની વૃત્તિ નજરે પડે છે. ગાંધીજીને તેમની આંતરજ્ઞાતીય લગ્ન અને પ્રીતિભોજન વિશેની માન્યતા આધુનિક માણસને અનુકૂળ એ ન. માર્ગ દર્શાવે છે. વિવેકાનંદે પરમતત્વની શોધ નવા સ્વરૂપે કરી. કેઈ પણ સંપ્રદાયના. અનુયાયીઓ તેમની વિચારસરણ અપનાવી શકે એવી પ્રાચીન–અર્વાચીન પદ્ધતિએ તેમણે પોતાના વિચારે જગત સમક્ષ મૂક્યા. તેમણે સંન્યાસીઓ માટે ખ્રિસ્તી મિશનરીઓને લોકસેવાને આદર્શ અપનાવ્યો. પરિણામે પૂર્વ અને પશ્ચિમના સર્વ દેશે તેમના તરફ આકર્ષાયા. પૂર્વ અને પશ્ચિમને માનવ સમાજ એકબીજાની નિકટ આવવા લાગે. સમાજને કુટુંબ પ્રેમ, નગરસેવા અને દેશસેવાના આદર્શો બદલાયા. વિશ્વબંધુત્વની ભાવના ધીરેધીરે વિકસવા લાગી. સમગ્ર માનવ સમાજ ધર્મ, તત્વચિંતન, વિજ્ઞાન અને કલાસર્જન દ્વારા આત્મસાક્ષાત્કાર કરવા પ્રેરાયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240