Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 240
________________ પરામકના અભિપ્રાય ભારતીય પ્રજાના જીવનમાં ધર્મ મહત્તવનું સ્થાન ધરાવે છે. એ પ્રાના વિવિધ વર્ગ જે ધર્મો અનુસરે છે. તેમાંના ધણી ભારતમાં ઉદ્દભવેલા છે. હિંદુ ધર્મનું પૂર્વકાલીન સ્વરૂપ શ્રુતિમાં અને ઉત્તરકાલીન સ્વરૂપ સ્મૃતિમાં નિરૂપાયુ છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ ભારતમાં જ ઉત્પન્ન થયા છે. શીખ ધર્મને ઉદ્દભવ પણ ભારતમાં થયેલ છે. ભારતમાં કેટલીક વિદેશી પ્રજુએ આવી વસી, તેઓ દ્વારા અહીં ઇસ્લામ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી વગેરે વિદેશી ધર્મ પણ પ્રચલિત થયાં, આ સર્વ ભારતીય ધર્મોના અભ્યાસ ભારતીય સંસ્કૃતિના અધ્યયનના એક અગત્યના વિષય છે. હૈ. આચાર્યો આ પુસ્તકમાં બંને પ્રકારના ભારતીય ધર્મોના વિશદ પરિચય આપ્યો છે. એમાં એ ધર્મોના ઉદ્ભવ તથા વિકાસ, એના સિદ્ધાંત, એના શાસ્ત્રઢ થા ઈત્યાદિની માહિતી આપવામાં આવી છે. ભારતીય ધર્મોના વિષ્યના અભ્યાસ માટે આ પુસ્તક અનેક રીતે ઉપયોગી નીવડે તેમ છે. હરિપ્રસાદ શાસ્ત્રી પરામર્શક ભારતીય ધર્મો કિંમત રૂ. 20-20

Loading...

Page Navigation
1 ... 238 239 240