Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 220
________________ ભારતીય ધર્મો ઈશ્વર જગતમાં પણ વાસ કરે છે. આથી ઈશ્વરના રાજ્ય વિષેની તેમની ક૯૫નામાં મેટુ પરિવર્તન આવ્યું છે. તેને લાગ્યું છે કે જગતમાં જે પરિવર્તને થાય છે તે નિયમિત અને એકધારી દૈવી પ્રગતિ છે. હવે ભારતીય ખ્રિસ્તીઓ ઈસુના મનુષ્યત્વ પર વધારે ને વધારે ભાર દેવા લાગ્યા છે. ઈસુ સર્વજ્ઞ અને સૃષ્ટિના સર્જનહાર હતા એમ વિચારવાને બદલે ઈસુ તપસ્યા વડે પૂર્ણત્વ પામ્યા એમ માનવા લાગ્યા છે. તેમણે અનેક કષ્ટો વેઠીને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. તેઓ માને છે કે ઈસુને અન્ય સાધુસંતોની હરોળમાં સ્થાન આપવું જોઈએ. ટૂંકમાં ઈશ્વરના પ્રેમનું દર્શન ઈસુએ પિતાના જીવન દ્વારા જગતને કરાવ્યું એટલે જગતની આજની સ્થિતિમાં ઈસુનું જીવન અને કાર્ય આપણે સર્વ માટે માર્ગદર્શક છે એમ આજના ભારતીય ખ્રિસ્તીઓ માને છે. પુણ્યને પ્રભાવ જગતમાં ધીરે ધીરે જામ જશે અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતને બદલે ખ્રિસ્તી ધર્મમાં રહેલી પ્રેમભાવનાને પ્રચાર થશે. તે મારફતે ઈશ્વરના સામ્રાજ્યની સ્થાપના થશે એ વાતમાં તેઓ ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હિંદને ખ્રિસ્તી જનસમાજ આજે હિંદુ ધર્મનાં શ્રેષ્ઠ તને વિચારી રહ્યો. સન્માનની ભાવનાથી જોઈ રહ્યો છે. તેઓ હિંદુધર્મનાં શ્રેષ્ઠ તને ખ્રિસ્તી ધર્મનાં શ્રેષ્ઠ ત સાથે ભેળવવા જ પ્રયત્નશીલ બન્યા છે. તેમાં જે તેમને સફળતા મળશે તે કેવળ ભારતને જ નહિ પણ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જીવનને પરિચય થશે. માનવજીવન નીતિ અને સદાચારથી સમૃદ્ધ બનશે. ૯. સંદર્ભ ગ્રંથો પારેખ, નગીનદાસ અને ઈસુદાસ કેવેલ શુભ સંદેશ, અમદાવાદ, ૧૯૬૫ લાજરસ, તેજપાળ ગુજરાતમાં ખ્રિસ્તી મંડળીને ઇતિહાસ, સુરત. ૧૯૨૮ વાલેસ, ફાધર ખ્રિસ્તી દર્શન, વલ્લભવિદ્યાનગર. ૧૯૭૫ વિલ્સન, રેવ. જી. મારું ઋણ શુકલ, ચંદ્રશંકર પ્રાણશંકર (અનુ.) ધર્મોનું મિલન, મુંબઈ. ૧૯૪૩ Hull, E. R. Bombay Mission History Vols I and II, Bombay. 1940 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240