Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 219
________________ ખ્રિસ્તી ધર્મ ૨૧૧ વધસ્તંભ પર ચઢવું પડયું હતું. ઈસુ મૃત્યુ બાદ સદેહે જીવતા થયા. જે જગતે ઈસુને તિરસ્કાર કર્યો તેમાં જ તેઓ ઝળહળતા સ્વરૂપે પાછા આવવાના છે. આવા વિચાર સ્વીકારવાનું ભારતીય ખ્રિસ્તીઓ માટે ઘણું જ અશક્ય હતું. તેઓ તે સ્પષ્ટપણે માનતા કે ઈશ્વર સર્વ મનુષ્યોના અંતઃકરણમાં અને આખા વિશ્વના અણુએ અણુમાં કામ કરી રહ્યો છે. માનવહૃધ્યમાં ઈશ્વર રહેલે હોવાથી ઈસુએ પોતાના સ્વભાવને એટલે સંપૂર્ણ બનાવ્યું હતું કે તેમણે પોતાનામાં રહેલા પરમ તવની બીજાને ઝાંખી કરાવી. ઈશ્વરના સ્વરમાં પ્રેમને અંશ છે તે તરફ યહૂદીઓએ જે દુર્લક્ષ સેવ્યું હતું તેને ઈસુએ પિતાના જીવન દ્વારા માનવમાત્ર ઉપર કરુણ અને પ્રેમ દર્શાવી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરનું ઐક્ય અને વિભુત્વ અહિંસા, કમ અને પુનર્જન્મ જેવા હિંદુધર્મને પાયાના સિદ્ધાંતમાં રહેલું છે. આથી જ્યારે પરદેશી ખ્રિસ્તીઓ હિંદુધર્મના પાયાના સિદ્ધાંતોની હાંસી ઉડાવે છે ત્યારે તેઓ મક્કમતાથી તેને વિરોધ કરે છે. ભારતીય ખ્રિસ્તીઓ બ્રહ્મચર્ય, સંયમ અને મેક્ષમાં માને છે. નીતિનાં પરંપરાગત બંધને ઢીલાં કરવાનાં માઠાં પરિણમેને તેમને ખ્યાલ આવે છે. ઈશ્વર મરેલાઓને નહિ પણ જીવતા પ્રાણુઓને છે તેમ તેઓ સ્પષ્ટતાથી જણાવે છે. પુનર્જન્મ છે અને તેને લીધે જીવનમાં સત્કર્મનું સ્થાન ઘણું મહત્વનું છે. તેઓ મરણેત્તર જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. આમ ભારતીય ખ્રિસ્તીઓ હિંદુધર્મનાં કોષ્ઠ ત અને ખ્રિસ્તી ધર્મનાં સારાં તને સતત સમન્વય કરતા રહે છે. ભારતમાં સિરીયન સંપ્રદાય અન્ય ખ્રિસ્તી સંપ્રદાય કરતાં જુદી માન્યતાવાળા છે. તેના અનુયાયીઓ ધર્માન્તર પ્રવૃત્તિના પ્રખર વિરોધી છે. તેમણે ઈ. સ. ૧૯૨૯માં જેરુસલેમની આંતરરાષ્ટ્રિય મિશનરી પરિષદમાં જાહેર કર્યું હતું કે બીજા માણસે ઉપર કપિત સ્વાર્થ ખાતર અવિચારીપણે પોતાના નિયમે બેસાડનાર ધાર્મિક સામ્રાજ્યવાદીઓ સાથે અમે ભળવાના નથી. અમે ઈશ્વર અને આત્માના અસ્તિત્વમાં માનીએ છીએ. આમ તેઓ જગતમાં વધતા જડવાદ તરફ લાલબત્તી, ધરે છે. પ્રાશ્ચાત્ય ખ્રિસ્તી ધર્મ અનેક પરિબળની અસરથી ઘેરાયેલું છે. યહૂદી ધર્મને વારસે તેને ઈશ્વર જગતથી ભિન અને પર છે એ કહ૫ના સ્વીકારવા પ્રેરે છે, જ્યારે હિંદુધર્મ સામાન્ય મનુષ્યમાં પરમાત્માનું દર્શન થાય છે તેમ માને છે. શરૂઆતમાં તેઓ માનતા કે ઈશ્વર જગતની બહાર રહીને વિશ્વનું સર્જન કરે છે તે માન્યતામાં ધીરે ધીરે હવે ફેરફાર થવા લાગે છે. તેઓ માનતા થયા છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240