Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 229
________________ ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર ૨૨૧ (૬) પૂર્વ અને પશ્ચિમની સંસકૃતિને બીજે નોંધપાત્ર તફાવત તેની કુટુંબભાવના અને નારી પ્રતિષ્ઠાને છે. પશ્ચિમના સમાજમાં સંયુક્ત કુટુંબપ્રથા અસ્તિત્વમાં ન હોવાથી સ્ત્રી વધારે પ્રમાણમાં સ્વતંત્ર છે. પૂર્વને સમાજ સંયુક્ત કુટુંબની ભાવનાને વરેલો હોઈ અહીંની નારી પ્રમાણમાં ઓછી સ્વતંત્ર છે. પરિણામે, પૂર્વના સમાજમાં પશ્ચિમના સમાજ જેટલી નારીગૌરવની ભાવના વિકસી નથી. (૭) લગ્નની બાબતમાં પૂર્વ અને પશ્ચિમની દુનિયામાં વ્યાપક પ્રમાણમાં મતભેદ પ્રસરેલા છે. પૂર્વની દુનિયામાં લગ્ન એક પવિત્ર બંધન મનાય છે. ધાર્મિક ફરજ મનાય છે અને તેથી લગ્ન પછીના પ્રેમનું સમાજમાં વિશેષ મહત્ત્વ છે. અહીં લગ્ન વિચ્છેદનું પ્રમાણ અલ્પ છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં લગ્ન એક કરાર’ છે એ ભાવના વ્યાપક રીતે વિસ્તરેલી હોઈ લગ્ન પહેલાંના પ્રેમને મહત્ત્વ અપાય છે. લગ્ન પછી સ્ત્રીપુરુષ એકબીજામાં ઓતપ્રોત થવાને બદલે પિતાની સગવડ-અગવડના ખ્યાલમાં વધારે રાચતાં હોય છે. આના પરિણામે પશ્ચિમની સ્ત્રીઓમાં ભારતીય નારી જેટલી સહનશીલતા, ત્યાગવૃત્તિ, મમતા, પ્રેમ વગેરેની. ભાવના વિકસી નથી. પરિણામે અહીંના સમાજમાં લગ્ન વિચ્છેદના પ્રશ્નો સહજ રીતે અને વિશેષ પ્રમાણમાં ઉદ્દભવે છે, જ્યારે પૂર્વની સંસ્કૃતિમાં તેનું પ્રમાણ પશ્ચિમની સરખામણીએ અ૫ જણાય છે. નારી સહનશીલતાની મૂર્તિ મનાય છે. (૮) પશ્ચિમને માનવી પૂર્વના માનવીની સરખામણીમાં વધુ ચંચળ, કાબેલ અને ઉદ્યમી છે, જ્યારે પૂર્વને માનવી તિતિક્ષાવૃત્તિવાળા (કુદરતને પ્રપ સહન કરી દુઃખ સહન કરવાવાળા) શાંત અને સંતોષી છે. (૯) પૂર્વની સંસ્કૃતિમાં વિવિધ પ્રજાઓનું મિશ્રણ થયું હોવાથી તે જટિલ અને વિવિધ રંગી છે. તેમાં ઘણી પ્રજાઓના આચાર વિચારને શંભુમેળે જેવા મળે છે. આમ છતાં વિવિધતામાં એકતા એ તેનું આગવું લક્ષણ છે. પશ્ચિમની સંસકૃતિમાં આટલું વૈવિધ્ય જોવા મળતું નથી. આમ આપણે જોઈએ છીએ કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરનાં પરિબળો ભિન્ન ભિન્ન છે. બંને પ્રદેશની પ્રજામાં બાહ્ય આચાર વિચારમાં ઘણે તફાવત નજરે પડે છે. પૂર્વ અને પશ્ચિમને સંપર્ક વધતાં પ્રજાની કેળવણી, સાહસવૃત્તિ, આદર્શ, નીતિમત્તા, વેપાર, ધર્મ, વ્યવહાર, રાજ્ય વગેરે અનેક તો ઉપર વિવિધ પ્રકારની અસર વર્તાય છે. જગતને એકેય વિદ્યમાન ધર્મ પશ્ચિમમાં જન્મેલે નથી. એ સૌના જન્મ ભારત, ઈરાન કે પેલેસ્ટાઈનમાં થયા છે. ખ્રિસ્તી ધર્મ પૂર્વને ધર્મ છે પણ પશ્ચિમમાં ફેલાયે હોવાને લીધે તેનું ઘડતર પશ્ચિમના માનસને અનુરૂપ થયું છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240