Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 232
________________ ૨૨૪ ભારતીય ધર્મો જાતિપ્રથાને દૂર કરવાનું હતું. આ મંડળીને મુખ્ય હેતુ જાતિપ્રથાને દૂર કરવાને હોવાથી તેમાં મુસલમાનોને પણ દાખલ કરવામાં આવ્યા હતા. આ સંસ્થાના કાર્યને. આરંભ અને અંત પ્રાર્થનાથી થતું. જાતિભેદને દૂર કરવાના વિવાદને લીધે આ સંસ્થાને વિકાસ યોગ્ય રીતે ન થયું. તેની પ્રવૃત્તિ મંદ પડતાં તેમાં રહેલી જ્ઞાતિભેદની વાતને અલગ પાડી. વેદ અને તેના ઉપદેશને કેન્દ્રમાં રાખી નવી કાર્યપદ્ધતિ સાથે પ્રાર્થના સમાજ નામની નૂતન સંસ્થા અસ્તિત્વમાં આવી. આ સમાજની પ્રવૃત્તિઓમાં રાજકીય કે ધાર્મિક મતભેદેની ચર્ચાને કોઈ સ્થાન ન હતું. બંગાળના અગ્રગણ્ય બ્રહ્મો પ્રચારક કેશવચંદ્રસેને મદ્રાસમાં. વેદ સમાજ નામની એક સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા મૂર્તિપૂજાને વિરોધ કરી લેકને સત્યના માર્ગે વાળી સમાજમાં ધાર્મિક પ્રવૃત્તિઓ આચરવાને આશય હતો. પ્રાર્થના સમાજની પ્રવૃત્તિને ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વેગ મળ્યો. અમદાવાદના શ્રી ભોળાનાથભાઈ તથા રા. બ. રણછોડલાલભાઈના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ, ધીરે ધીરે પ્રાર્થના સમાજમાં સભ્યસંખ્યા વધવા લાગી, પણ સમય જતાં મૂર્તિપૂજા વિષે સભ્યોમાં મતભેદ જાગતાં તેની પ્રવૃત્તિઓમાં ઓટ આવવા લાગી. અહીંના ઘણા સભ્ય બંગાળની માફક જાતિભેદ કે મૂર્તિપૂજાને દૂર કરવાની વૃત્તિવાળા ન હોવાથી છેવટે સંસ્થાને ટકાવી રાખવા એમ નક્કી કરવામાં આવ્યું કે જેની ઈચ્છા હોય તે કોઈ પણ જાતના માધ્યમ વગર ઈશ્વરની ઉપાસના કરવાની પ્રતિજ્ઞા લે. આમ સંસ્થાને ટકાવી રાખવા તેના મૂળભૂત સિદ્ધાંતમાં સમચિત ફેરફાર કરવામાં આવ્યા. બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજની સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્યસમાજની પ્રવૃત્તિએ ઉત્તર ભારતમાં ઠીક ઠીક ધાર્મિક ક્રાંતિ આણી. આ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ એકેશ્વરવાદ, સત્ય અને વેદનું મહત્ત્વ સમજાવી પ્રજાને ધાર્મિક વિકાસ સાધવાનું હતું. તેઓ વેદ ઈશ્વર પ્રણીત છે એમ માનતા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતી એ અનેક ઠેકાણે ગુરુકુલ સાથે વેદના અધ્યયનને કેન્દ્રમાં રાખી ધાર્મિક સુધારણા કરવાની શરૂઆત કરી. તેમણે સર્વધર્મોના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખી હિંદુધર્મને નવીન જોમ અને જુસ્સાને ટકાવી રાખે. તેમનું મુખ્ય કાર્ય મૂર્તિપૂજાનું ખંડન અને વૈદિક ધર્મને વિકાસ કરવાનું હતું. બ્રહ્મોસમાજ અને પ્રાર્થના સમાજ વેદ ઈશ્વર પ્રણીત છે તે માન્યતા સિવાયના આર્યસમાજના અન્ય સિદ્ધાંત સાથે સહમત હતા. આર્યસમાજ પશ્ચિમની સંસ્કૃતિના પ્રભાવ નીચે નહિ પરંતુ મૂળ વેદધર્મના પ્રભાવ નીચે પાંગર્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240