Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 228
________________ ભારતીય ધર્મો ખેડાણ થવાનું જ. સંસ્કૃતિના ખેડાણમાં ભૌગોલિક પરિબળે મહત્ત્વનો ભાગ ભજવતાં હેઈ માનવીના પહેરવેશ, રહેણીકરણ, ધાર્મિક માન્યતા વગેરેમાં અવશ્ય ફેરફાર રહેવાને જ. દા. ત. ભારત એ ગરમ દેશ હોવાથી તેની ધાર્મિક વિધિમાં સ્નાનને મહિમા વધારે છે. સ્નાન એ ભારતીય પ્રજાનું અંગ બની ગયું છે. જ્યારે પશ્ચિમના પ્રદેશમાં ઠંડી વધારે પડતી હોવાથી ત્યાંના સમાજમાં ભારતના જેટલે સ્નાનનો મહિમા જોવા મળતું નથી. અહીં સ્નાન કરતાં ગરમ કપડાંનું મહત્વ સવિશેષ દેખાય છે. આમ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરનાં પરિબળે ભિન્ન હોવાથી તેમાં નીચેના ભેદ તારવી શકાય છેઃ (૧) પૂર્વની સંસ્કૃતિ એટલે એશિયાની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ એટલે યુરોપની સંસ્કૃતિ. યુરોપની સંસ્કૃતિના વિકાસમાં સાગરકિનારે મહત્વને ભાગ ભજવ્યું છે. જ્યારે એશિયાની સંસ્કૃતિના વિકાસમાં વિશાળ નદીઓએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આથી જ યુરોપની સંસ્કૃતિ એ સાગરકિનારાની સંસ્કૃતિ અને એશિયાની સંસ્કૃતિ નદીકિનારાની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. (૨) પૂર્વની સંસ્કૃતિમાં મહદ્અંશે ભારત, ચીન અને એશિયાના અન્ય દેશને સમાવેશ થાય છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં રેમ, અમેરિકા અને યુરોપના અન્ય દેશની સંસ્કૃતિને સમાવેશ થાય છે. | (૩) પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં મુખ્ય ભેદ ધર્મ અને વિજ્ઞાનની બાબતમાં છે. પૂર્વની સંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલી છે. એટલે તેના સમાજમાં આધ્યાત્મિકતા, વૈરાગ્ય, દેવવાદ, કર્મવાદ વગેરેનું મહત્વ વિશેષ જણાય છે, જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ વિજ્ઞાનના રંગે રંગાયેલી હોવાથી સમાજમાં ભૌતિકવાદ, બુદ્ધિવાદ, ઉદ્યોગ, વગેરેનું આકર્ષણ સવિશેષ છે. (૪) પશ્ચિમની સંસ્કૃતિમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવતો હોવાથી અહીંની પ્રજા જિજ્ઞાસુ અને સાહસિક છે, જ્યારે પૂર્વની સંસ્કૃતિમાં ઈશ્વર અને નસીબ ઉપર વધારે ભાર મૂકવામાં આવતા હોવાથી પ્રજામાં પ્રારબ્ધવાદનું મહત્વ વિશેષ છે. અને મહત્ત્વાકાંક્ષાનું પ્રમાણ કેટલેક અંશે ઓછું જોવા મળે છે. (૫) પૂર્વના વિચારકે માને છે કે મનુષ્યને સર્જક ઈશ્વર હોવાથી તેણે મેક્ષ મેળવવા પ્રયત્ન કરે જેઈએ. આધ્યાત્મિક શક્તિઓનું શરણું લેવું જોઈએ. જ્યારે પશ્ચિમને વિચારકે માને છે કે પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મનુષ્ય ભૌતિક પદાર્થોનું શરણ લેવું જોઈએ. આ પાયાના ભેદને કારણે પશ્ચિમમાં બુદ્ધિવાદ વિક છે, જ્યારે પૂર્વમાં આધ્યાત્મિકવાદ અને અગમનિગમનું તત્ત્વજ્ઞાન વિકસ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240