Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 222
________________ યહૂદી ધર્મ યહૂદી પ્રજા સેમિટિક જાતીની છે. તેઓ પશુપાલન અર્થે જુદા જુદા પ્રદેશોમાં ફરતા રહેતા. આ પ્રજાને ધમ યદદી ધર્મ તરીકે ઓળખાય છે. આ પ્રજા સમગ્ર જગતમાં છૂટીછવાઈ પથરાયેલી હતી, પરંતુ હાલમાં જગતના બધા દેશોમાંથી. યહૂદીઓની વસતી ઈઝરાયલમાં કેન્દ્રીત થઈ રહી છે. ભારતમાં યહૂદી ધર્મનો પ્રસાર યહૂદી પ્રજાનું ભારતમાં કયારે આગમન થયું તે અંગે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઈ. સ. પૂ. ૭૨૨માં એસેરિયના ત્રાસથી બચવા પેલેસ્ટાઈન છેડીને કેટલાક યહૂદીઓ ભારત આવ્યા એમ મનાય છે. બીજી એક માન્યતા એવી છે કે ઈ. સ. પૂ. ૫૮૭માં ખાડિયન રાજ નેબુશદરે ઝારના ત્રાસથી બચવા કેટલાક યદીઓ ભારતમાં આવ્યા. આ ઉપરાંત એક એવી અનુશ્રુતિ પણ પ્રચલિત છે કે ઈ. સ. પૂ. ૧૭૫માં ઈજિપ્તના ગ્રીક રાજવી એન્ટીઓકસે ઈઝરાયલ જીતતાં યહૂદીઓ વેપાર માટે પશ્ચિમ ભારતના કાંકણુ કિનારાના થેલ બંદરે ઊતર્યા. ભારતમાં યહૂદીઓ બે જૂથમાં આવ્યા હતા. એક જૂથ કેરળમાં વસ્યું. તે મલયાલમ ભાષા બોલવા લાગ્યું. બીજુ મહારાષ્ટ્રમાં વસ્યું તે બેને ઈઝરાયેલ તરીકે ઓળખાયું. તે મરાઠી ભાષા બોલવા લાગ્યું. જ્યાં જ્યાં વસ્યા. ત્યાં તેમણે પિતાનાં ધર્મસ્થાને-સિનેગૉગ બનાવ્યાં. ધીરે ધીરે આ પ્રજા ભારતમાં સ્થિર થઈ. લગભગ ઓગણીસમી સદીની શરૂઆતમાં યહૂદીઓ ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે. ગુજરાતમાં વસતા. યદીઓ મહારાષ્ટ્રમાંથી આવેલા હોવાથી તેઓની ભાષા મરાઠી છે. તેમની કેટલીક કબરે ઉપર મરાઠીમાં લેખ કતરેલા છે. સુરતમાં સ્થપાયેલ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કેઠીમાં ઘણું યહૂદીઓ કામ કરતા હતા. એમ સૂરતના જૂના કબ્રસ્તાનમાં આવેલી કેટલીક યહૂદીઓની કબરે ઉપરના લેખે ઉપરથી જણાય છે. આ લેખે હિબ્રુભાષામાં લખાયેલ છે. અમદાવાદના સિનેગોગને લેખ હિબુ, મરાઠી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લખાયેલું છે. અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેઓનું જૂનું કબ્રસ્તાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240