Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 225
________________ ૧૭ તહેવારો યુદી ધર્મના મુખ્ય તહેવારમાં પેસેવર, પેન્ટીસ્ટ, ટેબર્નકલ્સ, અને સેમ્બાથ મહત્વના મનાય છે. સેન્બાથને વિશ્રામવાર તરીકે ઓળખવામાં આવે છે. શુક્રવાર સાંજથી શનિવારની સાંજ સુધીના સમયમાં યહૂદીઓ અન્ય કાર્ય બંધ રાખી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે છે. યહૂદીઓની ધર્મભાવના જગતની અન્ય પ્રજાઓની જેમ યહૂદીઓમાં પણ મિસાઈયાહ અને તરાહની ભાવના મુખ્ય છે. તેઓ માને છે કે ઈશ્વરને મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને સર્વને ઉદ્ધાર કરશે. યહૂદીઓની આ ભાવના હિંદુધર્મના અવતારવાદને મળતી આવે છે. “તારાહ એ યહૂદી પ્રજાને આધ્યાત્મિક વારસે મનાય છે. ધીરે ધીરે યહૂદી પ્રજા ભારતના જુદા જુદા પ્રદેશમાં સ્થિર થતાં તેમની “ધર્મભાવના ઉપર પ્રાદેશિક અસર વર્તાવા લાગી. તેઓ ચુસ્ત ધર્મપ્રેમી છે. તેમને સામાજિક રિવાજોમાં પણ તેમની ધર્મભાવના વર્તાય છે. તેઓ પોતાના બાળકોનાં લગ્ન સિનેગૉગમાં કરે છે. આ વખતે બંને પક્ષના અરસ પરસ મળી આનંદમાં ગળ્યું મેટું કરે છે. લગ્નવિધિ વખતે જૂના કરારમાંથી ધાર્મિક વાચન થાય છે. ધર્મગુરુ મંગલસૂત્રને હાલમાં મૂકી કેટલીક ધાર્મિક વિધિ કરી પાછું આપે છે. લગ્ન પછી પવિત્ર તરાહ ગ્રંથનાં દર્શન કરાવવામાં આવે છે. આ પછી વરકન્યા ઘેર જાય છે. યહૂદીએ ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાનોની માફક શબને દફનાવે છે. આ પ્રજામાં મૃત્યુ સમયે દાન-પુણ્ય કરવાનો રિવાજ નથી. શબને સ્નાન કરાવી, પવિત્ર વસ્ત્ર પહેરાવી ધૂપ, અબીલ વગેરે સુગંધી પદાર્થો છાંટી સગાંસ્નેહીઓને અંતિમ દર્શન કરાવી તેનું મુખ ઢાંકી દેવામાં આવે છે. આ વખતે સંબંધીઓ શબની આંખ ઉપર જેરુસલેમની માટી પધરાવે છે. આ પછી પ્રાર્થના વગેરે કરીને શબને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે. શબને કબ્રસ્તાનમાં લઈ જતાં જે રસ્તામાં સિનેગૉગ આવે તે તેના બારણાં આગળ શબને મૂકી પ્રાર્થના કરવામાં આવે છે. કબ્રસ્તાનમાં શબને દફનાવ્યા બાદ મરનારના સંબંધીઓ સાત દિવસ સુધી સૂતક પાળે છે. મરણેત્તર વિધિ પિતાની સ્થિતિ અનુસાર સાદાઈથી કે ભવ્ય રીતે કરે છે. તેમાં સ્થિતિ પ્રમાણે કુટુંબીઓ ફાળો આવે છે. અહીંના સમાજમાં ધાર્મિક નાણાંને અગ્ય રીતે ઉપયોગ કરે તેને પાપ માનવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240