Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 218
________________ ૨૧૦ ભારતીય ધર્મો હિંદુ ધર્મની માફક વિધિ-વિધાનમાં માને છે. બ્રહ્મચર્ય અને સંન્યાસનું મહત્વ સ્વીકારે છે. જ્યારે પ્રોટેસ્ટંટ સંપ્રદાય ધાર્મિક કર્મકાંડને બદલે શ્રદ્ધા, સત્ય અને સદાચાર ઉપર ભાર મૂકે છે. બાઈબલને જ પ્રમાણભૂત ધર્મગ્રંથ માને છે. ધર્મગુરુઓના વર્ચસને તેઓ સ્વીકારતા નથી. પ્રોટેસ્ટંટ પંથના પ્રણેતા જર્મનીના વિદ્વાન માર્ટીન લ્યુથર મનાય છે. આ મતભેદે સમય જતાં ઘણું તીવ્ર બન્યા. ધર્મના નામે અનેક સંધ શરૂ થયા. ખ્રિસ્તી ધર્મના રેમન કેથલિક જેવા રૂઢીચુસ્ત સંપ્રદાયને પિતાનું વર્ચસ ટકાવી રાખવા માટે મુસલમાન સાથે યુદ્ધમાં ઊતરવું પડયું. આ યુદ્ધો ધર્મયુદ્ધો'ના નામે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. આના પરિણામે યુરોપ અને એશિયાના પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં માનવ સંહાર થયા. માનવ સંસ્કૃતિના મૂલ્યને હાસ થયો. છેવટે વંટોળ શાંત પડ્યો. આજે વિશ્વના અનેક દેશોમાં ખ્રિસ્તી ધર્મ પ્રચલિત છે. તે એક રાષ્ટ્રના ધર્મને બદલે અનેક રાષ્ટ્રોને ધર્મ બન્યું છે. અલબત્ત આ ધર્મયુદ્ધોના પ્રણેતાઓએ વિશાળ પાયા પર માનવ સંહાર સર્ષે પણ તેનાથી અનેક ક્ષેત્રમાં ધાર્મિક અને સામાજિક ક્રાંતિ થઈ. ભારત અને યુરેપ વચ્ચે જમીન માર્ગે જે વેપાર ચાલતો હતો તેના બદલે યુરોપવાસીઓને ભારત આવવા માટે જળમાર્ગ શોધવાની ફરજ પડી. જળમાર્ગ શોધાતાં યુરોપ અને ભારત ઘણુ નજીક આવ્યા. યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન થતાં તેમના ધર્મગુરુઓએ પણ ભારતમાં ધાર્મિક પ્રચારનું કાર્ય આરંવ્યું. ભારતીય ખ્રિસ્તીઓ ભારતીય ખ્રિસ્તીઓ પર હિંદુ ધર્મની વ્યાપક અસર પડી છે. ભારતમાં ખ્રિસ્તી મિશનરીએાએ શરૂઆતમાં ભારતના ઈતર ધર્મો પ્રત્યે તિરસ્કાર અને વેરની વૃત્તિ ધર્માન્તર કરીને થયેલા ખ્રિસ્તીઓમાં જગાવી પણ ધીરેધીરે આગને ઊભરે શમી જતાં તેમનામાં રહેલા મૂજે ભારતીય સંસ્કારે સજીવન થવા લાગ્યા. શરૂઆતની અસ્તવ્યસ્ત સમાજવ્યવસ્થા ધીરેધીરે વ્યવસ્થિત થવા માંડતાં તેમાંથી ખ્રિસ્તી ધર્મમાં કેટલોક સંસ્કારી વર્ગ ઊભો થયો. હિંદુમાંથી તેઓ ખ્રિસ્તી થયેલા હવાથી હિંદુ ધર્મનાં સારાં તરવાની તેમના પર અસર થયેલી હતી. તેમણે ખ્રિસ્તી સમાજમાં આની સુવાસ ફેલાવવા માંડી. ભારતીય ખ્રિસ્તીઓને વિશાળ સમુદાય માનતો હતો કે ઈશ્વર સર્વત્ર વ્યાપેલે છે. આ સિદ્ધાંત તેમની ગેરગમાં ઊતરી ગયો હતો. આથી ઈશ્વર જગતની પાર કયાંક વસે છે, ઈસુ એ જ ઈશ્વર છે. તેમને માનવજાતના પાપના પ્રાયશ્ચિત્તરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240