Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 216
________________ ભારતીય ધ સૂબાએ ધ ગુરુએની ચઢવણીથી ઈસુના માથે કાંટાળા તાજ પહેરાવી, ક્રૂર મશ્કરી કરતાં કરતાં તેમને વધસ્તંભ ઉપર લઈ જવાની આજ્ઞા કરી. અંતે તેમના હાથે ને પગે ખીલા ઠાકી વધસ્ત ંભ ઉપર જડી દેવામાં આવ્યા, ઈસુએ માનવ જાતના કલ્યાણ માટે પોતાનું ખલિદાન આપ્યું. મહાન માનવીઓને તેમના સમયના લેાકેા તેમના જીવન દરમ્યાન તેમને એળખા શકતા નથી. ઈસુની બાબતમાં પણ એવુ જ બન્યુ, તેમના બલિદાનની અસર રાજ્ય અને સમાજ ઉપર વ્યાપક પ્રમાણમાં થઈ. અનેક યહૂદીએએ ઈસુના ધ અપનાવ્યા. સમય જતાં જે સમગ્ર રાજ્યે ઈસુના ધર્મ સ્વીકાર્યો. ખ્રિસ્તી ધર્મના ઉદય થયા. ૨૦૦ ગિરિ પ્રવચન ઈસુના ઉપદેશ ખ્રિસ્તી ધર્મ સમાજમાં ગિરિ પ્રવચનના નામે ઓળખાય છે. ભગવાન બુદ્ધની માફક તેમના ઉપદેશ સાદે અને સરળ હતા. એના સાર ટ્રકમાં આ પ્રમાણે હતા : ‘હૃદય પલટા કરો. ઈશ્વરનું રાજ્ય આવી પહેાંચ્યું છે.” દુનિયામાં સર્વત્ર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને સડે ફેલાયેલા છે. સમાજમાં અન્યાય અને માનવીમાત્રમાં દુત્તિ પ્રવર્તે છે. માટે પ્રથમ માનવીના હુયપલટા થવા જોઈએ. માનવી જાણે છે કે પેાતાનુ જીવન અનેક પાપોથી ભરેલું છે. પાતાની સ્થિતિ સમજે અને નીતિના માર્ગે વળી આધ્યાત્મિક ઉત્કર્ષ સાધે તેમાં જ સમગ્ર માનવ જાતનું કલ્યાણુ છે. ઈશ્વર મનુષ્ય માત્રના પ્રેમાળ પિતા છે. બધા મનુષ્યો એક જ પિતાનાં સંતાન છે. ગરીબ, દુ:ખી, ધ્યાળુ અને પવિત્ર મનવાળા ધર્મ રાજ્યના અધિકારી છે. ધર્માંના માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તે તેમાં પાછી પાની કરવી નહિ. પૈસાથી સાચી શાંતિ મળતી નથી. સંતો સમાજના પ્રાણ છે. ઈશ્વરના નિયમાનુ પાલન કરનાર, અહિંસાનું આચરણ કરનાર જ ઈશ્વરની સમીપ જઈ શકે છે. મન, વચન અને કથી વ્યભિચાર કરવા જોઈએ નહીં. બાહ્ય આચરણની શુદ્ધિ આવશ્યક છે, તેની સાથે આંતરિક શુદ્ધિ પણુ એટલી જ જરૂરી છે. આથી ઈસુ કહે છે કે જે કાઈ વ્યક્તિ કેવળ સ્ત્રી તરફ સામાન્ય વાસનાભરી દૃષ્ટિ કરે છે તે પણ મનથી વ્યભિચાર કરી ચૂકયો છે. સમાજમાં સાનું સ્થાન મહત્ત્વનું છે. ઉપદેશનું સમજપૂર્વક આચરણ કરજો, લેાકાની નજરે ચડવા માટે દંભી ધર્મકાર્યો કરશે! નહિ, પરમપિતા તરફથી તેના કાઈ બોા મળશે નહિ. સત્ય, ધ્યા, દાન, ધર્મ વગેરે ખરા અ’ત:કરણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240