Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 215
________________ ખ્રિસ્તી ધર્મ २०७ પ્રજા ઉપર અત્યાચારો કરતા અને ધર્મગુરુઓને ખુશ રાખતા. આ સમયે પેલેસ્ટાઈન રેમન લોકેના અંકુશ હેઠળ હતું. તેને સૂબે વહેમી અને ઘાતકી હતા. પિતાની સત્તા ટકાવી રાખવા તેણે રાજ્યમાં ચારેબાજુ ત્રાસનું સામ્રાજ્ય ફેલાયું હતું. આવા સમયે ઈસુએ માનવજાતના કલ્યાણ માટે જેહાદ જગાવી પ્રજામાં નવી વિચારસરણ પ્રગટાવી. આજથી લગભગ વીસ સૈકાઓ પહેલાં એશિયાના પશ્ચિમ છેડે અને ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલા ઇઝરાયેલ દેશમાં એક નાના ગામમાં બેથલેહેમ પરગણામાં ઈ. સ. પૂર્વે ૪માં ૨૪-૨૫ ડિસેમ્બરના રોજ સુથારના કુટુંબમાં ઈસુને જન્મ થયે હતા. એમની માતાનું નામ મરિયમ હતું. અન્ય ધર્મ પ્રવર્તકેની જેમ ઈસુના જન્મ વિષે પણ અનેક દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે ઈસુના જમાનાના સંત જાનના ઉપદેશથી પ્રભાવિત થઈ ઈસુએ પિતાને કેટલોક સમય એકાંત-ચિંતનમાં ગાળ્યું. ચાળીસ દિવસની કઠિન તપશ્ચર્યા બાદ ઈસુને જીવનનું સત્ય લાગ્યું. તેમણે સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવવાનો નિશ્ચય કર્યો. માનવકલ્યાણ માટે તેમણે જનતા સમક્ષ પોતાની વાણીને પ્રવાહ વહેવડાવ્યું. અન્ય ધર્મોપદેશકેની માફક ઈસુને પણ તત્કાલીન રાજ્યસત્તા, ધર્મગુરુઓ વગેરેને ક્રોધ સહન કરવું પડશે. શરૂઆતમાં તેમને શિષ્યો મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડી, પણ ધીરેધીરે તેમને શિષ્યસમુદાય વધવા લાગ્યો. તેમણે પોતાના વિચારોને લેકે બરાબર સમજે તે માટે પ્રચાર કરવા બાર શિષ્ય પસંદ કર્યા. આ શિષ્યોએ લખેલા ચાર જીવનવૃત્તાંત જે ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલને મુખ્ય વિભાગ છે તેના આધારે ઈસુના જીવન વિશેની આધારભૂત માહિતી મળે છે. • જેમ ઝ્મ ઈસુનો ઉપદેશ લોકપ્રિય બનતો ગયો તેમ તેમ તેમના ઉપર રાજ્યસત્તા અને ધર્મગુરુઓનો ત્રાસ વધવા લાગે. ધર્મગુરૂ એ તેમને નાસ્તિક અને શેતાના ઉપાસક તરીકે ઓળખાવતા. આમ છતાં ઈસુ પિતાના માર્ગથી જરા પણ સલિત ન થયા. તે તે કહેતા કે પ્રેમનું રાજ્ય એ જ પ્રભુનું રાજ્ય છે.” ઈસુ પિતાને પ્રભુના પુત્ર તરીકે ઓળખાવતા. આમ ઈસુ અને ધર્મગુરુઓ વચ્ચે સંઘર્ષ વધતું ચાલ્યું. તેઓ અનેક કાવતરાંના ભેગ બનતા. તેમને પોતાને પણ ભાવિ અમંગળની આગાહી થઈ ચૂકી હતી. તેમણે પોતાના બાર શિષ્યની સભામાં અનેકવાર આ અંગે જણાવ્યું હતું. તેમના બાર શિષ્યોમાં પટ્ટ શિષ્ય પીટર પણ હતું અને દગાબાજ જડીસ પણ હતા. અંતે ઈસુ ઉપર રાજદ્રોહ અને ધર્મદ્રોહને આરોપ મૂકી દગાબાજ જુડાસની મદદથી ઈસુને કેદ કરવામાં આવ્યા. તેમને દેહાંતદંડની સજા કરવામાં આવી. લેકે ઈસુની હાલત સમજી શકે, જોઈ શકે તે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240