________________
ભારતીય ધર્મો
મુક્ત હોય છે, તે અન્યને મેક્ષને માર્ગ બતાવવા સમર્થ હોય છે તેથી તેને તીર્થકર તરીકે પૂજવામાં આવે છે. અનંત જ્ઞાન અને અનંત આનંદને કારણે આ ઈશ્વર અત્યંત તેજસ્વી હોય છે. તેને કઈ ઈચ્છા કે કાર્ય હેતાં નથી. તેને જગતની વ્યવસ્થાની કોઈ જવાબદારી નથી. તેને કઈ વાસના કે અભિલાષા હેતાં નથી.
ટૂંકમાં જગતને ઈશ્વરે સર્યું છે અને ઈશ્વર સર્વવ્યાપી છે તેવી માન્યતા જેને સ્વીકારતા નથી. જૈન દર્શનમાં મનુષ્યની દિવ્યતાને ઈશ્વર તરીકે કલ્પવામાં આવી છે. માનવી પૂર્ણજ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર્યથી દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. તે પિતાનાં કર્મો વડે મહાન બની શકે છે. તેની વર્તમાન સ્થિતિ તેનાં કર્મોને આધીન છે. માનવીને દુઃખ કે સુખ પિતાનાં કર્મોનાં ફળ તરીકે પ્રાપ્ત થતું હોય છે. કઈ પણ દિવ્ય શક્તિ તેના સુખ-દુઃખમાં મદદ કરી શકતી નથી. કર્મનાં ફળ તેને ભેગવવાં જ પડે છે. કર્મને ક્ષય થતાં સુખ કે દુઃખને નાશ થાય છે.
આમ ઈશ્વર વિશેના ખ્યાલમાં જૈન દર્શન સ્પષ્ટ છે. આમ છતાં દરેક ધર્મને ટકી રહેવા માટે તત્કાલીન પરિસ્થિતિને સામને કરે પડતું હોય છે. જૈનધર્મમાં પણ તેવું બન્યું છે. જેને વિવિધ દેવદેવીઓની પૂજામાં માનનાર હિંદુધમ ને સામનો કરવાનું હોવાથી તેને અનુયાયીઓના મનને આશ્વાસન માટે જૈનધર્મમાં સમય જતાં રક્ષક દેવ તરીકે યક્ષ, નાગ વગેરેને સ્થાન આપવામાં આવ્યું. તેઓ તીર્થકરને રક્ષક તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં જૈનધર્મમાં યક્ષયક્ષિણીએ કુલદેવતા તરીકેનું સ્થાન પામ્યાં. ધરણેન્દ્ર અને પદ્માવતીને તીર્થકર પાર્શ્વનાથ સાથે સાંકળવામાં આવ્યા. તેઓની પૂજા થવા લાગી. પણ તેમની માનતા માનવા લાગ્યા. ઘંટાકર્ણવીરની પૂજા પણ ગુજરાતમાં પ્રચલિત છે. અનેક લેકે તેમના દર્શનાર્થે આવે છે. પિતાની ઈચછા પરિપૂર્ણ થાય તે માટે તેમની માનતા રાખે છે. આમ દેવદેવીઓની પૂજાવાળા હિંદુધર્મની હરોળમાં ઊભા રહેવા જૈનધર્મમાં યક્ષ-યક્ષિણીઓની પૂજા પ્રચલિત થઈ. ધીરેધીરે જનધર્મમાં તાન્ત્રિકવિદ્યાનું સામ્રાજ્ય પણ વિસ્તર્યું.
- જૈને હિંદુઓની માફક ઈશ્વર વિશેની કલ્પના ધરાવતા નથી. તેઓ મનુષ્યની દિવ્યતામાં માને છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરત્વ રહેલું છે. ઈશ્વરત્વ એટલે પૂર્ણ ત્વનો . પ્રાપ્તિ. દરેક તીર્થકરેએ સર્વજ્ઞત્વ અને પૂર્ણત્વ પ્રાપ્ત કરેલું છે તેમ માનવામાં
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org