Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 196
________________ ૧૮૮ ભારતીય ધર્મો ઈ. સ. ૧૫૭૩માં નવસારીના પારસી વડા દસ્તુર મહેરજી રાણથી પ્રભાવિત થઈ મુઘલ બાદશાહ અકબરે તેમને દિલ્હી તેડાવ્યા. ધીરેધીરે અકબર ઉપર પારસી ધર્મગુરુઓને પ્રભાવ વધવા લાગ્યો. પારસી પ્રતિનિધિઓના મંડળે પાસેથી જરસ્તી ધર્મના સિદ્ધાંત સમજી અકબરે ઈરાની પંચાંગ પ્રમાણે પિતાના ઈલાહી સંવતના મહિના અને રોજ ગોઠવ્યા. જરથોસ્તી ધર્મના તહેવારો અને ઉત્સવે સમગ્ર રાજ્યમાં ઊજવવાની જહેરાત કરી. દસ્તુર કુટુંબના નિભાવ અર્થે નવસારીને પારલ પરગણુમાં ૨૦૦ વીઘાં જમીન દાનમાં આપી. બાદશાહ જહાંગીરે પણ ઈ. સ “૧૬૧૮માં નવસારીના દસ્તૂરાને ભૂમિદાન કરેલું. બાદશાહ ઔરંગઝેબના સમયમાં પારસીઓ ઉપર જજિયાવેરી નાખવામાં આવ્યો હતો, પણ સુરતના દાનવીર પારસી રુસ્તમ માણેકની વિનંતીથી ઈ. સ. ૧૯૬૦માં તે વેર બાદશાહે રદ કર્યો હતો. સમય જતાં નવસારીના ભાગલિયા અને સંજાણના બે વચ્ચે ધાર્મિક વિધિઓ માટને ઝઘડે વધી જતાં ગાયકવાડ સરકારના હુકમથી ઈ. સ. ૧૪૭૧માં આતશ બહેરામને નવસારીથી વલસાડ લઈ જવામાં આવ્યું. રાજકીય અંધાધૂંધીને કારણે ઈ. સ. ૧૭૪રની કબરની ૨૮મી તારીખે આ આતશને ઉદવાડા લઈ જવામાં આવ્યું. હાલમાં ઉદવાડામાં શેઠ બનાજીએ બંધાવેલ આતશ બહેરામના સ્થાનમાં આ પવિત્ર અગ્નિને રાખવામાં આવ્યું છે. ઈરાનથી લાવેલા આ પવિત્ર અગ્નિને પારસીએ ઉદવાડામાં ખૂબ જતનપૂર્વક સાચવે છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જરથોસ્તીઓને પ્રસાર મુંબઈ, થાણું તેમ જ મદ્રાસમાં સવિશેષ થવા માંડ્યો. આ સમયે ધીરેધીરે અંગ્રેજો સાથેના વેપારી સંબંધ ઘનિષ્ઠ બનતાં જરથોસ્તીઓએ મુંબઈમાં પહેલવહેલી ગોદી નાખી. મુંબઈના વેપાર-ઉદ્યોગને વિકસાવવામાં મહત્વનો ફાળો આપે. આના પરિણામે મુંબઈ અને થાણુમાં ઈ. સ. ૧૭૯૬માં જરથોસ્તીઓના બાળકને છંદ અવતાનું શિક્ષણ એગ્ય રીતે મળે તે માટે શેઠ દુદાભાઈ નૌશરવાનજીએ શાળા શરૂ કરી. આ પછી પારસીઓનાં સંતાનોને પહેલવી, પાજંદ અને વિસ્તાનું શિક્ષણ આપવા માટે બીજી શાળા મુલ્લાં ફીઝ મસા શરૂ થઈ. આ પછી દસ્તુર દુરામજી અસ્વંદી, આરજી બાડી વગેરે વિદ્વાનોએ જતી શાસ્ત્રગ્રંથને અને જરસ્તી ધર્મને પ્રસાર કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આમ રસ્તી ધર્મના અનુયાયીઓએ ભારતના પશ્ચિમ કિનારે–ખાસ ફરીને ગુજરાતને પ્રદેશમાં સ્થિર થઈને મુંબઈને પાર, વહાણવટા ઉદ્યોગ, ભારતને લોખંડને ઉદ્યોગ વગેરેને વિકસાવવામાં અગત્યને ભાગ ભજવ્યો છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240