Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 210
________________ २०२ ભારતીય ધર્મ સંપ્રદાયનું વર્ચસ વધારે પ્રમાણમાં હોવાથી આ લેકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં કેથલિક સંપ્રદાયને મહિમા વધારતા ગયા. ધર્મયુદ્ધોના પરિણામે પિટુગીને વધારે સહન કરવું પડેલું હોવાથી તેમને મુખ્ય આશય વિશ્વના અન્ય દેશોમાં જઈ ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરે અને પોતાને વેપાર વધારો એ હતો. નવા દરિયાઈ માર્ગોની શોધ થવાથી તેમને આ કાર્યમાં ઘણું સરળતા થઈ. તેમણે ઈ. સ.ની પંદરમી સદી દરમ્યાન દક્ષિણ ભારતના મલબાર કિનારે આવેલા કાલીકટના રાજ ઝામરીનની સંમતિ મેળવી અહીં પિતાનાં વેપારી મથકે સ્થાપ્યાં. તેમના સરદાર વાસ્કે-ડી-ગામાએ ધીરેધીરે પોતાની વસાહતને વ્યવસ્થિત કરી. ઈ. સ. ૧૫૦૯થી ૧૫૧૫ના ગાળા દરમ્યાન પોર્ટુગીઝના પ્રથમ ગવર્નર અમ્બુકર્ક કુનેહપૂર્વક હિંદી મહાસાગરમાં ચાવીરૂપ બંદર કબજે કરી સાગરકિનારે પિતાની અણિ વર્તાવી. અહીં વેપારી કેન્દ્રો સ્થાપી હિંદી રાજવીઓ સાથે મિત્રતા બાંધી તેમણે ખ્રિસ્તી ધર્મને પ્રચાર શરૂ કર્યો. તેઓ રામન કેથલિક સંપ્રદાયના હોઈ તેમની સાથે ફાન્સિસ ઝેવિયર અને એલેકસીઝનંદ-મેન્ડીસ નામના બે ધર્મગુરુઓ ભારતમાં આવ્યા હતા. તેમણે ધીરેધીરે પોતાની આસપાસની વસ્તીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય આરંવ્યું. ધીરેધીરે પિર્ટુગીઝોએ ગોવા, તથા ગુજરાતનાં દીવ, દમણ વગેરે બંદરો કબજે કરી અહીં પણ ખ્રિસ્તી ધર્મનાં દેવળે સ્થાપ્યાં. મુઘલકાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મ ભારતમાં ઠીક ઠીક પ્રમાણમાં વિસ્તર્યો હતો. મુઘલ બાદશાહ અકબર ખ્રિસ્તી ધર્મગુરુઓથી પ્રભાવિત થયા હતા. તેણે તથા તેના દીકરા બાદશાહ જહાંગીરે ત્રણ જેટલાં ફરમાને ખ્રિસ્તીઓના લાભાર્થે બહાર પાંડવ્યાં હતાં. ઈ. સ. ૧૫૯૬-૯૭ના બાદશાહ અકબરના ફરમાનમાં ખ્રિસ્તીઓને ખંભાતમાં દેવળ બાંધવાની છૂટ આપી હતી. ઈ. સ. ૧૬૧૨ના બાદશાહ જહાંગીરના ફરમાનમાં પોર્ટુગીઝેને અમદાવાદમાં દેવળ બાંધવાની છૂટ આપવામાં આવી હતી. બાદશાહ જહાંગીરના ઈ. સ. ૧૯૧૫ના ફરમાનમાં અમદાવાદના ઝવેરીવાડ નામના મહેલામાં આવેલા પાદરીઓના મકાનને કબજે તેમને પાછી સોંપવાને આદેશ હતા. આમ મુઘલકાલ દરમ્યાન ધીરેધીરે ગુજરાતમાં પણ ખ્રિસ્તી ધર્મને ફેલાવો થઈ ચૂક્યો હતો. ઈ. સ. ૧૫૪૯-૧૬૧ ફિરંગીઓ સાથે ફાધર ટેમસ સ્ટેફન નામના એક અંગ્રેજ પાદરી ધર્મપ્રચાર અર્થે ભારત આવ્યા હતા. ગોવા આવ્યા બાદ તેમણે અહીંનું વર્ણન કરતે એક પત્ર પોતાના પિતાને લખ્યું હતું. તેમાં જણાવ્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240