Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 212
________________ ૨૦૪ ભારતીય ધર્મો મંદિરે ઉપર અત્યાચારો શરૂ થયા. કર્મકાંડ જેવી વિધિઓ ઉપર કેટલેક ઠેકાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યા. ખ્રિસ્તી ધર્મ અપનાવેલ વ્યક્તિ જે ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ ચાલે તે ગવામાં ચાલતી ઈન્ફવિઝિશન સમક્ષ ખડી કરવામાં આવતી. આ સંસ્થા આવી વ્યક્તિઓને યોગ્ય શિક્ષા ફરમાવતી. જે હિંદુએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારતા તેમને એમનાં લેકગીત ગાવાનો, પુરુષોને છેતી તેમ જ સ્ત્રીઓને ચેળી પહેરવાની મનાઈ ફરમાવવામાં આવતી. ઘર આંગણું આગળથી તુલસીના છોડને નાશ કરવામાં આવતા. ખ્રિસ્તી ધર્મગુરુઓ માનતા કે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે અંગ્રેજી ભાષાને પ્રચાર આવશ્યક છે, તેથી તેમણે અંગ્રેજ સરકારની મદદથી ઠેર ઠેર અંગ્રેજી શાળાઓ શરૂ કરાવી. તેમણે અંગ્રેજી શાળાઓ મારફતે ભાઈબલને પ્રચાર શરૂ કર્યો. આવી અંગ્રેજી શાળાઓ શરૂઆતમાં કલકત્તા, બનારસ, મુંબઈ વગેરે સ્થળેએ સ્થપાઈ. ત્યાર પછી રાજકીય દૃષ્ટિએ તેને લાભ જણાતાં ધીરેધીરે -અંગ્રેજી ભાષા શીખવતી શાળાઓ ભારતના જુદા જુદા પ્રદેશોમાં શરૂ થઈ. આના પરિણામે અંગ્રેજી સાહિત્યને અભ્યાસ ભારતીય પ્રજામાં વધવા લાગે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસીઓને ભારતીય ધર્મગ્રંથે નકામા અને અંધશ્રદ્ધા પિષનારા લાગ્યા. તેના પરિણામે બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આમ ધીરે ધીરે ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તે ભારતના વિશાળ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાઈ ગયે. ઠેર ઠેર ખ્રિસ્તી દેવળે અસ્તિત્વમાં આવ્યાં. ગુજરાતમાં પણ મરાઠાકાલ દરમ્યાન સુરત, ભરૂચ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ખ્રિસ્તી ધર્મને પ્રચાર વધે. ઈ. સ. ૧૮૪૧માં આયર્લેન્ડની પ્રેઅિટેરિયન મંડળીની અસ્ટર શાળાએ જેમ્સ ગ્લાસગો અને એલેકઝાંડર કર નામના ખ્રિસ્તી પાદરીઓ મારફતે ધર્મ પ્રચારનું કાર્યો રાજકોટમાં આરંભ્ય. અંગ્રેજી શાળાઓ દ્વારા ધાર્મિક પ્રચાર શરૂ કર્યો. લેકેમાં ધાર્મિક પુસ્તકે વહેંચવા માંડયાં. આ મિશને રાજકેટ, પિોરબંદર, ઘોઘા વગેરે સ્થળે એ ધર્મપ્રચારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ઈસુની ઓગણીસમી સદીની શરૂઆતમાં બાઈબલનું ગુજરાતી ભાષાંતર બહાર પાડવામાં આવ્યું. સુરતમાં પ્રાર્થનામંદિર સ્થાપી રેવ. વિલિયમ નામના પાદરીએ ખ્રિસ્તી સાહિત્યને પ્રચાર શરૂ કર્યો. આ સમયે મુંબઈના ધનજીભાઈ નવરોજીએ સુરતના વણકરે માટે શાળા શરૂ કરી. આ શાળા મારફતે ઘણું વણકરે ખ્રિસ્તી બન્યા. ધીરેધીરે ખ્રિસ્તી મિશનરીઓએ આગળ વધીને ખેડા, પંચમહાલ, સાબરકિડા વગેરે જિલ્લાઓમાં વસતી આદિવાસી પ્રજા વચ્ચે આવી ખ્રિસ્તી ધર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240