Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 192
________________ ભારતીય ધર્મો કવિ જયસી, કબીર, નાનક, દાદ, બાવરી, યારી વગેરેની રચનાઓમાં અલાહની સાથે રામ, હરિ, દેવત્વ, શતાવ વગેરે ગંભીર બાબતની ચર્ચા જોવા મળે છે. હિંદુ કે મુસલમાન કોઈ પણ જાતના ભેદભાવ તેમની કૃતિઓમાં દેખાતા નથી, તેમાં કેવળ ગુરુમહિમા અને પરમતત્તવની શુદ્ધ ભાવે ઉપાસના તરી આવે છે, તેમાં નથી મૂર્તિપૂજા કે નથી સાંપ્રદાયિકતા. વિજ્ઞાન અને કલા જ્ઞાન-વિજ્ઞાન અને કલાના ક્ષેત્રે મુસ્લિમકાલ દરમ્યાન ખૂબ સમન્વય સધાયા હતા. સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરે કલામાં આ સમયે સુંદર સમન્વય સધાયો હતો. ભારતીય કલાને જાહેરમાં લાવવાનું માન મુઘલેને ફાળે જાય છે. મુઘલ બાદશાહના દરબારમાં અનેક ઉત્તમ કલાકારને આશ્રય આપવામાં આવતા. કલાને ઉત્તેજન આપી તેમણે ભવ્ય સ્થાપત્યનું સર્જન કર્યું. આ ક્ષેત્રમાં હિંદુ-ઈરાની શૈલીને ઉત્તમ રીતે સમન્વય થયેલો જોવા મળે છે. મૂર્તિપૂજાનો વિરોધ કરનાર મુસ્લિમોએ પિતાનાં સ્થાપત્યકીય સ્મારામાં હિંદુ સુશોભનેને અપનાવ્યાં હતાં. આજે અનેક મસ્જિદમાં કલ્પવૃક્ષ, ચિરાગ, કમળ વગેરેની ભાત જેવા મળે છે. બીજી બાજુ સ્થાપત્યના ઉત્તમ ત જેવાં કે કમાને, ગુંબ, મિનારા-ભૌમિતિક આકૃતિઓ અને કુદરતી સુશોભને હિંદુઓએ પિતાના દેવમંદિરને સ્થાપત્યોમાં અપનાવ્યાં છે. ઈસ્લામમાં નૃત્ય-સંગીતને વિરોધ કરવામાં આવતા હોવા છતાં ઘણું મુસ્લિમ સુલતાને અને સમ્રાએ આ કલાને ઉત્તેજન આપ્યું હતું. નૃત્ય અને સંગીતની રજુઆત પર જુદાં જુદાં ઘરાના પ્રચારમાં આવ્યાં હતાં. અમીર ખુસરોએ ભારતીય સંગીતને ખૂબ વિકસાવ્યું. કવ્વાલી અને ગઝલ તરીકે ઓળખાતી ગાન પદ્ધતિને તેણે વિકસાવી. ભારતીય વીણુમાં સુધારા કરીને સીતાર વાદ્ય બનાવ્યું. મૃદંગમાંથી તબલાંને જન્મ થયે. ભારતીય અને ઈરાની સંગીતના મિશ્રણમાંથી ઉત્તરહિંદુસ્તાની સંગીત પદ્ધતિ અસ્તિત્વમાં આવી. કવાલી, ખ્યાલ, ઠુમરી વગેરેની ભેટ મુરિમાએ ભારતીય સંગીતને ધરી તે ધ્રુપદ, ધમાર, હોરી વગેરેની ભેટ હિંદુઓએ ધરી. ઘણુ મુસ્લિમ ગાયકોએ પિતાની ગાયકીમાં રાધાકૃષ્ણની બક્તિને સ્થાન આપ્યું છે. મુઘલ જમાનાના નામાંકિત સંગીતકામાં તાનસેન, બાબા હરિદાસ સુરદાસ, પંડિત ભજનાથ, તાના-રીરી વગેરેનું સ્થાન ઉત્તમ પાટીનું મનાય છે. I wાપત્ય, સંગીત, નૃત્યની સાથે મુઘલ બાદશાહએ ચિત્રકલાને પણ ઘણું જ ઉત્તેજન આપ્યું. ભારતીય ચિત્રકલામાં ભુલ ચિત્રકલાએ એક અત્યંત સમૃદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240