________________
૧૫ર
ભારતીય ધર્મો
ધર્મોપદેશ કર્યો હતો. નાનકે જાતે કોઈ ગ્રંથ લખ્યું નથી પરંતુ પાંચમા ગુરુ અર્જુનદેવે તેમને ઉપદેશ જાળવી રાખવા તેમની વાણીને ગ્રંથસાહેબના પ્રથમ મહેલ્લામાં ગોઠવી છે. નાનકની વાણી “જપજી'ના નામે ઓળખાય છે. આ વાણીમાં પરમાત્માને જપને મહિમા ગાવામાં આવ્યું છે. નાનકના પદમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની તીવ્ર છાંટ જોવા મળે છે.
એમના ઉપદેશને સાર એ છે કે, માનવી એ પ્રથમ માનવી છે, પછી તે હિંદુ કે મુસલમાન છે. અજ્ઞાને દૂર કરવા માટે અસત્યમાંથી સત્ય તરફ જવા માટે દરેકે સતગુરુનું શરણ લેવું જોઈએ. સતકર્મ એ જ મુક્તિના માર્ગને દરવાજે છે. ઈશ્વરના દરબારમાં કઈ ભેદભાવ નથી. રામ અને રહીમ એક છે. માટે વખતોવખત તેના નામને જપ કરવો જોઈએ. નામસ્મરણ ઉપરાંત ઈશ્વરને ઓળખવાના ચાર માર્ગ છે. સત્સંગ, સત્ય, સતિષ અને ઇન્દ્રિયસંયમ.
| વિશ્વમાત્રમાં જે સત્ય છે તે એક જ છે. સત્ય જ જગતને કર્તા છે. તે અજન્મા છે. સ્વયંભૂ છે. સાચે ગુરુ છે. વિશ્વના આદિમાં તે હતા, મધ્યમાં પણ તે હો, આજે પણ તે છે અને હવે પછી પણ તે રહેવાને છે.
અનેક તીર્થોમાં સ્નાન કરવાથી કે માથું મુંડાવવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભલાઈનાં કાર્યો કરવાથી ઈશ્વરની નજીક જવાય છે. સત્કર્મ માનવીને મહાન બનાવે છે. ઈશ્વરના દરબારમાં જવા માટે મન, વચન અને કાર્યની નિર્દોષતા આવશ્યક છે.
ધર્મનું મૂળ દયા છે આથી જીવ માત્ર પર દયા રાખવી જોઈએ. જનસેવા એ જ પ્રભુસેવા છે. એ જ ખરે સતધર્મ છે. તેઓ મૂર્તિપૂજા, જાતિભેદ અને સાંપ્રદાયિકતાના પ્રખર વિરેધી. તેમની વાણીમાં સ્ત્રી સન્માનની ભાવના ભારોભાર વર્તાતી. તેઓ કહેતા કે “જેના ગર્ભમાં મહાન રાજાઓ જન્મે છે તેને સામાન્ય કેવી રીતે કહી શકાય?” બધી કૃત્રિમતા છડી એક ઈશ્વરને ભજવા જોઈએ. અંતરમાં શેધે તેને બધાં રને મળે છે.
તેમણે નમાજની અગત્યતા સમજાવતાં મુસ્લિમ શિષ્યને જણાવ્યું હતું કે પાંચ નમાજ છે. એના પાંચ સમય છે અને એ પાંચ નમાજનાં પાંચ નામ છે. સત્ય બોલવું એ પહેલી નમાજ, હકની-પ્રામાણિકતાથી કરેલી કમાઈ એ બીજી નમાજ, પરમાત્મા પાસે સહુનું ભલુ માગવું એ ત્રીજી નમાજ, મનના વિચારને શુદ્ધ રાખવા એ ચોથી નમાજ અને પ્રભુના યશોગાન ગાવા એ પાંચમી નમાજ, એ પાંચે નમાજના આદર્શો જે પાળે તે ઉચ્ચ મુસલમાન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org