Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 182
________________ ૧૭૪ ભારતીય ધર્મો શિયા પંથ એટલે પક્ષકારોને પંથ. તેઓ હજરત મહંમદ સાહેબને બદલે ખલીફા હજરત અલીને ગાદીના વારસ ગણે છે. હજરત અલી અને તેમના અગિયાર વંશજે મળી બાર ઇમામ-ધર્મગુરુઓ સંપ્રદાયમાં મુખ્ય મનાય છે. આ પંથ ખાસ કરીને ઈરાન અને હિંદમાં વધારે પ્રચલિત છે. સૂફીમત સૂફીમત એ ઇસ્લામની સ્વતંત્ર વિચારસરણી ધરાવતા એક સ્વતંત્ર મત છે. તેનું અસલ નામ તસવ્વફ છે. આ સંપ્રદાય પ્રેમ અને ભક્તિના પાયા પર રચાયેલ છે. આને પ્રચાર ખાસ કરીને મુસ્લિમ દેશોમાં સવિશેષ થયેલ છે. કેટલાક વિદ્વાને સૂફને દુનિયા તરફથી મેં ફેરવી લીધેલ એવા મહા જ્ઞાની તરીકે ઓળખે છે. દરેક સૂફી આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિ માટે ખાસ અંગ્રહ રાખે છે. સુફીસંપ્રદાયમાં ગુરુશિષ્ય સંબંધનું ખાસ મહત્વ છે. જ્ઞાન અને મુક્તિ મેળવવા માટે આધ્યાતિમક ગુરુની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંપ્રદાયની વિચારસરણી વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિમાર્ગ શાખા જેવી પ્રેમલક્ષણા ભક્તિ ઉપર રચાયેલ છે. અહીં ફેર એટલો જ છે કે પુષ્ટિસંપ્રદાયમાં ભક્ત ભગવાનને ગેપી ભાવથી પ્રિતમરૂપે ભજે છે જયારે સૂફીઓ ખુદાને માશક અને ભક્તને આશક ગણી ખુદાને મેળવવા તલસે છે. - સૂફીમાર્ગનું પ્રથમ પાન મન, વચન અને કર્મથી શુદ્ધ થવાનું છે. ઈશ્વર સિવાયની સર્વ કામનાઓનો ત્યાગ કરવાને અહીં આદેશ છે. સૂફીનું રેજિંદુ જીવન પ્રમાણિક હોવું જોઈએ. સૂફીએ કુરાનના શબ્દાર્થો ઉપરાંત વિશેષાર્થ કરતા હોય છે અને તેમાંથી ચિંતનની વિચારધારા પ્રગટે છે. સૂફી કવિઓમાં રૂમી, સનાઈ, અત્તાર, હાફિઝસાદી નિઝામી વગેરે જાણીતા છે. તેમણે સૂફીવાદના અતિ સુંદર ભજને લોકભાષામાં રચ્યાં છે. સૂફીવાદને વિકસાવવામાં ફારસી કવિઓએ બેંધપાત્ર ફાળો આપ્યો છે. ટૂંકમાં સૂફીમતના દરેક અનુયાયીમાં ઊંડું ચિંતન, રિયાઝન (તપ), સદાચારી જીવનને સંતોષ અને ઈશ્વરપ્રેમ સાથે સી માટે મહબૂત હોવી જોઈએ. માયાવી ચમત્કારોથી દૂર રહી, ઈશ્વરની ભક્તિમાં તલ્લીન થઈ જવાની સાચી નિષ્ઠા હેવી જોઈએ. સમય જતાં ગુરૂને સ્વયં ઈશ્વર માનવાની ભાવનાને વિકાસ થતાં આ સંપ્રદાયમાં પણ અનેક દૂષણે દાખલ થયાં. - ભારતના ઈતિહાસમાં સુલતાનેને ઈતિહાસ અનેક પ્રપંચે, કાવાદાવા અને -ખટપટથી ભરેલો છે. અનેક રાજવીઓના હાથ લોહીથી ખરડાયેલા છે. ગુલામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240