________________
બૌદ્ધધર્મ
૧૩e, ધીરેધીરે તે સંકુચિત બની ગઈ. બ્રાહ્મણોનું વર્ચસ વધ્યું. યોની પરિપાટી અને વિધિવિધાનનાં જાળાંમાં જ સમાજ અટવાવા લાગ્યો. સામાન્ય જનતાને વેદના જ્ઞાનથી વંચિત કરવામાં આવી. યમાં પશુહિંસાનું પ્રમાણ વધ્યું. ધીરેધીરે સમાજ આવા હિંસાત્મક યાથી ત્રાસી ગયે. બ્રાહ્મણોની સૂચિત યજ્ઞની વિધિઓમાંથી સામાન્ય જનતાને વિશ્વાસ ડગી ગયે. સમાજમાં સામાન્ય માનવીને શાંત અને સરળ જીવન તરફ દોરનાર વ્યક્તિની જરૂર જણાવા લાગી,
રાજકીય ક્ષેત્રે પણ ભારતમાં આ સમયે અનેક પ્રકારની અંધાધૂંધી પ્રવર્તતી હતી. ભારત નાનાં મોટાં અનેક ગણરાજ્યમાં વહેંચાઈ ગયું હતું. કમનસીબીની વાત એ હતી કે આ સર્વ ગણરાજ્ય સહકારથી પિતાનો વિકાસ સાધવાને બદલે સંઘર્ષમાં જ રાચતાં હતાં. પરિણામે ધીરેધીરે સર્વ ગણરાજ્ય નબળાં પડતાં ગયાં. આ સર્વ રાજ્યમાં પુરોહિતોનું ધાર્મિક ક્ષેત્રે વર્ચસ વિશેષ હતું. પુરહિત રાજ્યમાં યોનું પ્રભુત્વ વધારતા જતા હતા.
આ કપરા સમયે રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે પ્રજાને માર્ગદર્શન આપવાનું કાર્ય ભગવાન મહાવીર અને ગૌતમબુદ્ધ કર્યું. મહાવીરે જૈનધર્મને વિકસાવ્યું. ગૌતમબુદ્ધ મધ્યમ માર્ગ અને આર્ય અષ્ટાંગ માર્ગ દ્વારા બદ્ધધર્મની અહિંસાપ્રધાન વિચારસરણી વહેતી કરી. ગૌતમબુદ્ધ અનેક વર્ષોની કઠણ તપશ્ચર્યાને અંતે મહાન સિદ્ધિ મેળવી. આ પછી તેમણે સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવી નાખવા સારનાથમાં થોડાક મનુષ્ય સમક્ષ પોતાના ઉપદેશને આરંભ કર્યો. તેમના ઉપદેશે ધાર્મિક ક્ષેત્રે નવું ચેતન આપ્યું. તેમણે લોકભાષામાં જીવનને મર્મ સમજાવ્યું.
સારનાથમાં ધર્મચક્રને આરંભ કરીને ગૌતમબુદ્ધ રાજગૃહ, નાલંદા, ગયા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કાશામ્બી, ચંપા વગેરે અનેક સ્થળોએ પિતાની વિચારસરણી પ્રસરાવતા પ્રસરાવતા લગભગ ૮૦ વર્ષની ઉંમરે કુશિનારા નગરમાં નિર્વાણ પામ્યા. ગૌતમબુદ્ધના નિર્વાણ પછી બૌદ્ધધર્મ નાની મોટી અનેક શાખાઓમાં વહેંચાઈ ગયે. બૌદ્ધધર્મના ઉપદેશની અસર મીર્ય રાજવી અશક ઉપર વ્યાપક પ્રમાણમાં થઈ. કલિંગના યુદ્ધની કરુણતાએ અશોકને હૃદયપલટ કર્યો. અશોક પ્રસિદ્ધ થેરવાદી મેગ્યુલીપત્તને શિષ્ય બન્યું. તેણે બદ્ધધર્મના પ્રચાર માટે અશોકના પ્રોત્સાહનથી ભિક્ષુસંઘના આચાર્ય અને સંગતિના અધ્યક્ષ મગ્નલીયુત્ત તિળે મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યાં. આ બંને જણાં દીક્ષા પહેલાંની અવસ્થામાં અશોકનાં પુત્ર-પુત્રી હતાં. તેણે ધર્મના પ્રચાર માટે ધર્મ-મહામાત્ર નીમ્યા. અશોકે ઠેર ઠેર શિલાલેખે છેતરાવી પ્રજાને ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા. આવો એક નેધપાત્ર શિલાલેખ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ ગિરનાર-જૂનાગઢના માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org