________________
જૈનધર્મ
રાજાએ આ ગચ્છને તપ ગચ્છ તરીકે બિરદાવ્યું. આ ગચ્છના અનુયાયીએ ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં છે. પાચંદ્ર ગચ્છ–પાશ્વરચંદ્ર નામના સાધુના નામ પરથી આ ગચ્છનું નામ પાર્ધચંદ્ર ગચ્છ પડવું. પણ માયિક ગચ્છ–ચંદ્રપ્રભા નામના સૂરિએ આ ગચ્છની સ્થા
પના કરી હતી. (૬) અંચલ ગચ્છ-આ ગ૭ના અનુયાયીઓ મુખપટ્ટીને બદલે
અંચલને ઉપયોગ કરે છે. (૭) આગનિક ગચ્છ–આ ગચ્છને અનુયાયીઓ ક્ષેત્ર દેવતાની પૂજા
કરતા નથી. આમાંથી એક કડુક નામની શાખા શરૂ થઈ. સ્થાનક્વાસી
શ્વેતાંબર સંપ્રદાયની આ શાખાના અનુયાયીઓ મૂર્તિપૂજામાં માનતા નથી. વિ. સં. ૧૫૦૮ (ઈ. સ. ૧૪૫૨)માં અમદાવાદના લોકાશાહ નામના વણિકને કઈ સાધુ સાથે અણબનાવ થતાં તેણે લેકા ગચ્છ નામે ન ગચ્છ શરૂ કર્યો. તેમના મુખ્ય વિરોધ મૂર્તિપૂજા સામે હતો. તેઓ માનતા કે આગમે મૂર્તિ પૂજાને આદેશ આપતા નથી. કાશાહના ગચ્છમાં જોડાનાર ઋષિ તરીકે ઓળખાતા. આ સમયે મુસ્લિમ બાદશાહની મૂર્તિ પૂજા વિધિની પ્રવૃત્તિઓને લીધે આ ગ૭માં અનેક લેકે ભળ્યા. થોડાક જ સમયમાં તેમાંથી પારખમતી, ગુજરાત ગચ્છ, ઉત્તરાધી અથવા સરવામતી, નાગોરી વગેરે શાખાઓ ઉદ્દભવી. આ ગચ્છના અનુયાયીઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હોવાથી તેઓ “ટૂંઢિયાના નામે ઓળખાતા. ઈ. સ. ૧૮૪૪માં લવજીષિ નામના એક અનુયાયીએ “સ્થાનકવાસી' નામની શાખા શરૂ કરી તેને પ્રચાર ટૂંક સમયમાં ઘણું જ સારે થયો. આજે તે શ્રાવકને વિશાળ સમુદાય સ્થાનકવાસી બની ગયા છે.
સ્થાનકવાસીઓ મંદિર બાંધતા નથી, મૂર્તિપૂજામાં માનતા નથી અને યાત્રાધામમાં પણ માનતા નથી. તેઓ પોતાના મુખ પર સફેદ પટ્ટી બાંધે છે. તેઓ માત્ર અગિયાર ધર્મગ્રંથોની પ્રમાણિકતા સ્વીકારે છે. તેરાપંથે
આ સંપ્રદાયના પ્રસારક ભિકમઋષિ હતા. તેમણે મારવાડમાં આ પંથની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયમાં ગુરુને દરરોજ પ્રણામ કરવાને આદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org