________________
ભારતીય ધર્મો.
રામાનુજને મત વિશિષ્ટાદ્વૈતવાદના નામે ઓળખાય છે. તેમણે ભક્તિ સાથે પ્રપત્તિને સિદ્ધાંત ઉમેર્યો. પ્રપત્તિ એટલે શરણાગતી. આપણું સર્વસંપત્તિ ભગવાનને ચરણે ધરવી જોઈએ (વધુ વિગત માટે વાંચે– રામાનુજાચાર્ય,' પ્રકરણ–૨). (૨) નિબાર્ક સંપ્રદાય
રામાનુજ પછી અળવાર પરંપરામાં નિમ્બાર્ક થયા. નિમ્બાર્ક દૈત અને અદ્વૈતવાદની વિચારસરણીને સમન્વય કરી વાસુદેવ–કહેતાં કૃષ્ણની ભક્તિને પ્રચાર કર્યો. રામાનુજના મતમાં ભક્તિ ધ્યાનરૂપે છે તે નિમ્બાર્કના મતમાં ભક્તિ રસરૂપે છે (વધુ વિગત માટે વાંચેનિમ્બાર્ક,' પ્રકરણ-૨). (૩) મધ્યસંપ્રદાય
મવ” એ રામાનુજ અને નિમ્બાર્ક કરતાં કંઈ જુદી જ પરંપરા લઈને આવે છે. મધ્વને મત દૈનમત તરીકે ઓળખાય છે. તેમણે જીવના અનેક ભેદ બતાવ્યા છે. દરેક જીવે મોક્ષ માટે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ એ વાતનું તેમણે સમર્થન કર્યું છે. મધ્યના અનુયાયીઓ કપાળ ઉપર નાકની ઉપરથી ગોપીચંદનની સીધી લીટી કરે છે (વધુ વિગત માટે વાંચે–મવ' પ્રકરણ-૨). (૪) પુષ્ટિસંપ્રદાય અથવા વલભસંપ્રદાય
પ્રષ્ટિસંપ્રદાયના પ્રણેતા વલ્લભાચાર્ય હતા. તેમને મત શુદ્ધાદ્વૈતવાદ નામે ઓળખાય છે. તેમણે પોતાના મતને સમગ્ર ભારતમાં પ્રચાર કર્યો. તેઓ જ્યાં
જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું. જે જે સ્થળે તેમણે ભાગવતપારાયણ કર્યું તે તે જગા મહાપ્રભુજીની બેઠક તરીકે ભારતમાં ઓળખાય છે. ભારતમાં બધી મળીને ૮૪ બેઠકે હેવાનું મનાય છે. તેમાં ૨૦ બેઠકે છે. ગુજરાતમાં છે.
વલ્લભાચાર્ય પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ વલ્લભાચાર્યના મતને પ્રચાર કર્યો. તેમણે કૃષ્ણભક્તિ અને રાસક્રીડાને મહિમા ગાય. કૃષ્ણની બાળલીલાનું શ્રવણ-કીર્તન ભક્તિનું એક અંગ મનાવા લાગ્યું. તેમણે પુષ્ટિમાર્ગને મહિમા ગુજરાતમાં અને મેવાડમાં વધાર્યો. મેવાડનું નાથદ્વારા અને ગુજરાતનું સુત પુષ્ટિ માર્ગનાં મહત્ત્વનાં કેન્દ્ર બન્યાં. ભારતનાં ગોકુલ, મથુરા, બદ્રી (હિમાલયમાં), જગનાથપુરી, ડાકોર, તિરુપતિ વગેરે વૈષ્ણવધર્મનાં નેધપાત્ર તીર્થો મનાય છે. આ સંપ્રદાયના મુખ્ય મંત્ર “શ્રી ષ ાર મમ' છે. આ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્વ વિશેષ છે. પુષ્ટિસંપ્રદાયના લોકપ્રિય ગ્રંથમાં ષોડશગ્રંથ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org