________________
જૈનધમ
મળે છે કે એક વખત પાર્શ્વનાથે પોતાના માતામહ મહીપાલને વનમાં અગ્નિ સમક્ષ ઉગ્ર તપશ્ચર્યા કરતા જોયા. તેમનાથી તે ખૂબ પ્રભાવિત થયા. અગ્નિમાં હોમવા માટેનાં બળતણુ ખૂટતાં મહીપાલે એક ઝાડને કાપવા માંડયું, આ ઝાડમાં સાપ અને સાપણુ હોવાની જાણ થતાં પાર્શ્વનાથે મહીપાલને તે વૃક્ષ કાપવાની મના કરી અને કહ્યું કે આવી રીતે તપ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ સધાતી નથી, તેમની આ વાત ઉપર ધ્યાન આપ્યા વિના મહીપાલે ઝાડને કાપવાનું ચાલુ રાખ્યું. અચાનક કપાયેલા ઝાડમાંથી એ સર્વાં નીકળતાં તે ઘણા દુ:ખી થયા. પાર્શ્વનાથે સર્પોની વ્યાકુળતા જોઈ પંચનમાકારના મંત્રનું ઉચ્ચારણ કર્યું. આ પવિત્ર મંત્ર સાંભળતાં સર્પોનુ મૃત્યુ થયું. તેમણે નાગલેાકમાં ધરણેન્દ્ર અને પદ્માવતી તરીકે જન્મ લીધો.” પાર્શ્વનાથનું લાંછન સર્પ છે અને યક્ષ-યક્ષિણીએમાં ધરણેન્દ્ર અને પદ્માવતીના સમાવેશ થાય છે. આ અનુશ્રુતિ માટે કાઈ ઐતિહાસિક પ્રમાણુ મળતું નથી.
પાર્શ્વનાથે સમાજમાં ધર્મને નામે હિંસા પ્રવર્તતી જોઈ સંસારના ત્યાગ કર્યાં. વનમાં જઈ કટાર તપશ્ચર્યા આદરી. અંતે તેમને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું અને તે તીર્થંકર બન્યા, તેમણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ નામનાં વ્રતા પાળવાના લેાકાને ઉપદેશ આપ્યા. તેમણે કાશી, કૈાશલ, મગધ, કલિંગ, પાંચાલ વગેરે પ્રદેશમાં કરીને ઉપદેશ કરતાં કરતાં ૧૦૦ વર્ષની વયે ઈ. સ. પૂ. ૯૩૯માં સમતાગર ઉપર દેહત્યાગ કર્યાં. આ સ્થળ આજે જૈનોનું પવિત્ર યાત્રાધામ મનાય છે. આરિસ્સાના ખર્વાંગર અને ઉદયગિરિની ગુફાઓમાં પાર્શ્વનાથના જીવનપ્રસ ંગે કંડારેલા જોવા મળે છે.
મહાવીર
કંપ
ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી પાર્શ્વનાથ પર પરાના હતા. તે જૈન ધર્મના આસ્થાપનહિ પણ સુધારક મનાય છે. તેમણે પાર્શ્વનાથે પ્રખેાધેલાં ચાર ત્રતામાં પાંચમુ વ્રત બ્રહ્મચર્યના ઉમેરા કરી પોતાના શુદ્ધ આચાર દ્વારા જૈન તે િવકસાવ્યો. તે ગૌતમબુદ્ધના સમકાલીન મનાય છે. તેમના જન્મ વિાકુવંશની ક્ષત્રિય તિમાં ઈ. સ. પૂ. ૫૯૯માં પટના નગરની ઉત્તરે કુંડગ્રામમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમના જન્મથી માતાપિતાની સર્વસમૃદ્ધિ વધતાં તેમનું નામ વર્ધમાન પાડવામાં ઓછ્યુ. વર્ધમાન બાળપણથી જ વૈરાગ્યવૃત્તિના હતા. તેમણે માતાના પ્રેમને વશ થઈ લગ્ન કર્યું". તેમને યાદરા નામે પુત્રી હતી. માતાપિતાનું મૃત્યુ થતાં પેાતાના ભાઈ નંદીવર્ધનને રાજ્કારભાર સાંપી તેમણે પાતાના ત્રીસમા વર્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org