________________
૧૧
જૈનધર્મ (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાનઆ સર્વમાં કેવલજ્ઞાનને સર્વોત્તમ ગણવામાં આવ્યું છે. માનવી જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે તીર્થકર સ્વરૂપ બને છે.
જૈનધર્મના તત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં જણાવ્યું છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યથી મોક્ષ મળે છે. જે મનુષ્ય ધર્મગુરુઓ અને શાસ્ત્રોમાં વિશ્વાસ રાખતા નથી, સદાચાર આચરતા નથી, તે ચારિત્ર્યવાન બનતા નથી, જ્ઞાની બનતા નથી. - ટૂંકમાં જૈનધર્મનાં ત્રણ રને સમ્યગ્દર્શન, સમ્યયારિત્ર્ય અને સમ્યજ્ઞાન એકબીજા ઉપર આધારીત છે. દરેક માનવીએ આ ત્રણ સોપાન સર કરવાં આચારશુદ્ધિ કેળવવી જોઈએ. અહિંસા
જૈનધર્મ એ અહિંસાપ્રધાન ધર્મ છે. સત્ય અને અહિંસા તે તેના પાયાના સિદ્ધાંત છે. અહિંસાને સિદ્ધાંત આર્ય પરંપરાને ઘણે પ્રાચીન સિદ્ધાંત છે. ભારતની દરેક ધર્મશાળાઓ સાથે તે વણાઈ ગયેલું છે. પ્રાચીનકાળમાં ઉભવેલ બ્રહ્મન અને શ્રમણ બંને પરંપરાઓએ આ પાયાની વાત સ્વીકારી છે. અહિંસા વિશે બંને શાખામાં કોઈ પાયાના મતભેદ નથી, પણ બંનેની વિચારસરણીમાં તફાવત છે. બ્રાહ્મણ પરંપરામાં આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખી અહિંસાનો વિચાર કરવામાં આવે છે જ્યારે શ્રમણ પરંપરામાં વ્યક્તિનાં કર્મને કેન્દ્રમાં રાખી અહિંસાને વિચાર કરવામાં આવે છે. આથી જેને કેવળ જીવના વધને જ હિંસા માનતા નથી પણ માનવીના સામાન્ય આચાર, વાણું વગેરે દ્વારા પણ હિંસા થાય છે તેમ માને છે. કોઈની લાગણી દુભાવવી એ પણ હિંસા છે એમ તેઓ માનતા હોવાથી તેમનામાં જીવદયાની ભાવના વ્યાપકરૂપે વિસ્તરી છે.
વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે સમયે કેટલીકવાર પ્રાણીની હિંસાને ધાર્મિક સ્વરૂપ આપી એગ્ય માનવામાં આવે છે ત્યારે જૈને નાનામાં નાના જીવને રક્ષણ આપી અહિંસા આચરવામાં માને છે. આથી જેન સાધુઓને લીલા ઘાસ ઉપર તેમ જ અવાવરું રસ્તે ચાલવાને નિષેધ ફરમાવવામાં આવ્યા છે. તેમણે તેમનાં વસ્ત્રોને પણ એવી રીતે લેવાં કે મૂવાં જોઈએ કે જેનાથી જીવહાનિ ન થાય. તેમણે મળમૂત્રને પણ એવી રીતે ત્યાગ કરવો જોઈએ કે જેનાથી જીવહિંસા ન થાય આટલા માટે તેઓ પિતાના શ્વાસ દ્વારા પણ છવહાની થતી અટકાવવા મેઢ પટ્ટી રાખે છે. આમ જૈનધર્મમાં નાનામાં નાના જીવન રક્ષણ માટે આદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org