________________
ભારતીય ધર્મ
આ સંપ્રદાયનાં તીર્થોમાં દ્વારકા (સૌરાષ્ટ્ર), પંઢરપુર (મહારાષ્ટ્ર), બાલાજી (આંધ્ર), જગન્નાથપુરી (બિહાર), બદ્રીનાથ (હિમાલય), મથુરા-ગોકુલ, વૃંદાવન (ઉત્તર પ્રદેશ), ડાકેર, શામળાજી (ગુજરાત) વગેરે ઘણું જ લોકપ્રિય છે.
વિષ્ણુના વિવિધ અવતાર જેવા કે વરાહ, ત્રિવિક્રમ, નરસિંહ, વિષ્ણુ તથા કૃષ્ણની અન્ય પ્રતિમાઓ, ભારતમાં વિવિધ સ્થળોએથી મળી આવે છે. શાક્તસંપ્રદાય
ભારતમાં શક્તિસંપ્રદાય ઘણું પ્રાચીનકાળથી પ્રચલિત છે. પ્રાદિકાલીન સંસ્કૃતિના અવશેષમાં શક્તિ (માતૃકા)ની ઘણું પ્રતિમાઓ મળેલ છે. તેથી તેની ઉપાસના ઘેર ઘેર થતી હોવાની સંભાવના છે. મહેં-જો-દડોની એક મુદ્રા પરના લાંછનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. હડપ્પાની એક મુદ્રાના લાંછનમાં નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો. બતાવ્યા છે.
વેદકાલમાં ગેદ, યજુર્વેદ, સામવેદ વગેરેમાંથી શક્તિપૂજાના ઉલ્લેખ મળી આવે છે. આ ઉપરાંત ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી વગેરે નામે બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથમાંથી મળે છે. પુરાણોમાં કૂર્મપુરાણમાં શક્તિપૂજાને મહિમા ગાય છે. આ ઉપરાંત દેવીભાગવત, કાલિકાપુરાણ, શક્તિ સંગમતંત્ર, લક્ષ્મીતંત્ર, સ્થામારહસ્ય, શાક્તક્રમ, કાલિકાકારકૂટ વગેરે ગ્રંથમાંથી દેવીપૂજાને લગતી ઘણી માહિતી મળે છે.
શાક્તસંપ્રદાયના અનુયાયીઓ શાક્ત તરીકે ઓળખાતા. શાક્ત પૂજદ્રવ્યમાં સ્ત્રી, માંસ, મદ્ય વગેરેને ઉપયોગ કરતા. તેઓ આને દેવી ઉપાસનાનું અંગ માને છે. મહદ્દઅંશે તેઓ વામમાર્ગ કહેવાય છે. કેટલાક કે યંત્ર દ્વારા શક્તિની ઉપાસના કરે છે. શક્તિના યંત્રને “શ્રીચક્ર કહે છે. દેવીભાગવતમાં શક્તિપૂજાનાં સ્થાને અને નામને ઉલેખ છે. અહીં ૧૦૮ દેવીનાં નામ આપેલ છે. આ સર્વમાં ભદ્રા, જયા, કાલી, મહાલક્ષ્મી, ઉમા, અંબિકા, પ્રચંડા, ચંડિકા, ગૌરી વગેરે નેધપાત્ર છે.
શાક્ત પીઠે વિશે એવી એક દંતકથા પુરાણમાં આપેલી છે કે “દક્ષ પ્રજાપતિ પિતાની પુત્રી “સતીનું શિવ જેવા ગાંડા વૈરાગી પુરુષ સાથે લગ્ન થવાથી ઘણું જ અસંતુષ્ટ હતા. આથી તેમણે પિતાને ત્યાં યજ્ઞમાં શિવને આમંત્રણ ન આપ્યું. આમ છતાં સતી પિતાને ત્યાં આવ્યાં છે તેમનું ભયંકર અપમાન કર્યું. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org