________________
૨૦
ભારતીય ધર્મો સહસ્ત્ર રશ્મિવાળા મનાય છે. જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગણાય છે. તેની પ્રવૃત્તિ તીવ્ર છે. સૂર્યને વર્ણ લાલ છે.
ભારતમાં સૂર્ય પૂજાની શરૂઆત કઈ પ્રજાએ કરી તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ ભારતમાં સૂર્ય પૂજા લાવનાર ઈરાનના “મગી” બ્રાહ્મણે હતા. સૂર્યપૂજના ઉલ્લેખે વેદમાંથી મળતા હોવા છતાં સૂર્યની પ્રતિમાઓ આપણને ચોથા સૈકાથી મળે છે. કાશ્મીરમાં શ્રીનગર નજીક એક માર્તડ મંદિર હતું એમ કહેવાય છે. ગુજરાતમાં અનેક સૂર્યમંદિરે હતાં, જે પૈકી મોઢેરા (ઉત્તર ગુજરાત, જિ. મહેસાણા)નું સૂર્યમંદિર શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ ઘણું જ ઉત્તમ છે. અમદાવાદ, ખેરાળુ, ખંભાત વગેરે સ્થળોએથી સુંદર સૂર્યપ્રતિમાઓ મળી છે.
ઉપલબ્ધ અભિલેખો અને સાહિત્યના ઉલ્લેખ પરથી જણાય છે કે ભારતમાં લગભગ તેરમા સૈકા સુધી સૂર્ય પૂજા પ્રચલિત હતી. ગાયત્રી મંત્ર - ગાયત્રી મંત્ર એ સૂર્યનારાયણની શુદ્ધ ઉપાસના છે. ૩૪ વસ્વ: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (पृथ्वी અંતરિક્ષ અને સ્વર્ગમાં જે પ્રસંશનીય તેજ વ્યાપેલું છે તે તેજનું હું ધ્યાન ધરું છું. એ તેજ મારી બુદ્ધિને પ્રેરે.) આ ત્રિપદા ગાયત્રી છંદમાં રચેલી સયામાંના સૂર્યનારાયણ આખા જગતને આવરી લે છે. આ સૂર્યનારાયણની ઉપાસનાના મંત્રને છંદ ગાયત્રી ઈદ હોવાથી તે ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. આજે સમાજમાં ગાયત્રી મંત્રનું મહત્વ સવિશેષ જોવા મળે છે. અનેક માનવીએ શ્રી અને સરસ્વતીની કૃપા મેળવવા આ મંત્રની ઉપાસના કરે છે. વિદ્વાને એને સાવિત્રી
ચા (સવિતાદેવને લગતી યા) તરીકે ઓળખાવે છે. અન્ય દેવદેવીઓ
ભારતમાં જુદા જુદા સ્થળોએ સ્થાનિક માન્યતા મુજબ દેવદેવીઓની પૂજા પ્રચલિત છે. આ સર્વેમાં ગણેશ, બ્રહ્મા, રામ, હનુમાન, વાયુ, નાગ, શંખ, નવગ્રહે, બળિયાદેવ, સરસ્વતી, કાર્તિકેય, શીતળા વગેરે વિવિધ દેવદેવીઓની પૂજા ભારતમાં અનેક સ્થળોએ થતી જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ગણેશપૂજાનું મહત્ત્વ સવિશેષ છે. અહીં ઠેર ઠેર ભાદરવા મહિનામાં ગણેશોત્સવ ઉજવાય છે. ઉત્તર પ્રદેશમાં રામપૂજા અને હનુમાનપૂજાનું મહત્વ સવિશેષ છે. બળિયાદેવ અને શીતળાદેવીની પૂજા ગામડે ગામડે થતી જોવા મળે છે. નાગપૂજા શ્રાવણ માસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org