________________
હિંદુધર્મ
સ્વામી રામકૃષ્ણના કાર્યને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે આગળ ધપાવ્યું. તેમણે સમગ્ર જગતમાં ભારતીય સંસ્કૃતિની વિજયપતાકા લહેરાવી. ઈ. સ. ૧૮૬૩માં વિજય કલકત્તાના દત્ત કુટુંબમાં જન્મેલા વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમનું જન્મનું નામ નરેન્દ્રનાથ હતું. કાયદાને અભ્યાસ કરતાં કરતાં તેઓ સ્વામી રામકૃષ્ણની પ્રતિભાથી આકર્ષાયા. સંન્યસ્ત ધારણ કરી ધર્મસુધારણાનું કાર્ય આરંવ્યું.
અમેરિકાના શિકાગે શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી, તેમણે પિતાના પ્રવચનથી સર્વને ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષા, ઊઠે, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જપીને બેસશે નહિ એ એમને જીવનમંત્ર હતા. તેમણે પોતાના સ્વપ્રયત્નથી આળસમાં સપડાયેલા સમગ્ર ભારત દેશને જાગ્રત કર્યો. ૩૯ વર્ષનું ટૂંકું આયુષ્ય ભેગવી પિતાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી તેમણે નશ્વરદેહને ત્યાગ કર્યો. તેમણે હિંદુધર્મમાં નૂતન ચેતના આણું. તેમનું કાર્ય તેમની શિષ્યા ભગિની નિવેદિતાએ આગળ ધપાવ્યું.
વિવેકાનંદની જેમ સ્વામી રામતીર્થે પણ દેશવિદેશમાં ફરી હિંદુસંસ્કૃતિની પ્રતિષ્ઠા કરી.
આ યુગની બીજી સર્વોત્તમ ભેટ તે રવીન્દ્રનાથ ટાગોર. પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળેલી ભારતીય પ્રજાને તેમણે યોગ્ય માર્ગે વાળવાનું મહત્વનું કાર્ય કર્યું. વિશ્વમાનવ” અને ગીતાંજલિ' ગ્રંથે દ્વારા ઈશ્વરની સાચી ઓળખ કેવી રીતે થાય તેને વિશ્વની પ્રજાને ખ્યાલ આપ્યો. તેમણે શાંતિનિકેતનમાં વિશ્વભારતી' નામની સંસ્થા શરૂ કરી શિક્ષણના ક્ષેત્રમાં અવનવા પ્રયોગો શરૂ કર્યા. તેમણે નવા યુગના સંદેશને સમજીને હિંદુધર્મભાવનાને નવું સ્વરૂપ આપ્યું. ભારતીય પ્રજાની ચેતનાને નવા માર્ગે વાળી.
આ યુગનું અમૂલ્ય રત્ન તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. તેઓ સત્ય અને અહિંસાના મહાન પયગંબર હતા. ભારતની સ્વતંત્રતાના ઘડવૈયા હતા. ગાંધીજી પિત કર્મયોગી હતા. ગાંધીજીનું સમગ્ર જીવન ગીતાના કર્મયોગને મૂર્તિમંત બનાવે છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય અહિંસા, સત્યની ખેજ, ઈશ્વરમાં પરમ શ્રદ્ધા, તેની ઈચ્છાને આધીન થવું અને માનવજાતના કલ્યાણનાં કાર્યો કરવાં એ હતું.
ગાંધીજીના મતે હિંદુધર્મ એ સત્યની શોધ માટેનું અમૂલ્ય સાધન છે. તેઓ કહેતા કે અહિંદુધર્મ એટલે અહિંસાના માર્ગે સત્યની શોધ.” ગાંધીજીના અહિંસાના સિદ્ધાતમાં જીવદયાની ભાવના સમાયેલી છે.
ભા. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org