________________
ક
ભારતીય ધો
ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવામાં યુગધર્મ જોયા. તેએક માનતા કે ભારતમાં પ્રચલિત જ્ઞાતિપ્રથા વર્ણાશ્રમધર્મ નું વિકૃત સ્વરૂપ છે. તેના પરિણામે ઉદ્દભવેલી અસ્પૃશ્યતા એ હિંદુધર્મ નુ કલંક છે. તેથી તેમણે વણુ ભેદને વખાડી કાઢી વધર્મીમાં રહેલી સનાતન ધર્મભાવનાને વિકસાવવા અને અસ્પૃશ્યતાનિવારણની ચળવળ દ્વારા સમાજમાં રહેલા ઊંચનીચના ભેદ દૂર કરવા પ્રયત્ન કર્યા. તે કહેતા કે “ઈશ્વરે સર્જેલા બધા જીવામાં મનુષ્ય એક એવુ પ્રાણી છે કે તે ઈશ્વરને— પેાતાના સર્જનહારને—એાળખી શકે છે. માનવજીવનનું મુખ્ય ધ્યેય કેવળ ખાવુંપીવું, પરણવું, પ્રજોત્પત્તિ કરવી અને સ ંપત્તિ પ્રાપ્ત કરવી એ નથી પણ આત્માની શુદ્ધિ દ્વારા ઈશ્વરને ઓળખવા અને ઈશ્વરની સમીપ લઈ જાય તેવાં કાર્યાં કરવાનુ છે.”
ગાંધીજી શારીરિક શ્રમના આગ્રહી હતા. તેમણે જોયું કે માનવીમાં શ્રમજીવનનું મહત્ત્વ ઘટતાં ગામડાં તૂટી રહ્યાં છે, અને ગામડાંના ભોગે શહેશ વિકસે છે. આથી તેમણે ગ્રામેાદ્યોગના પુનરુદ્ધારનું કાર્ય આરંભી દરદ્રનારાયણની ચેતનાને ઢ ઢાળવા કમર કસી. આ સાથે અગ્રેજોના આગમનથી ભારતીય પ્રજામાં સ્વદેશીની ભાવના જે કુંઠિત થઈ ગઈ હતી તેને ચેતનવંતી બનાવી. તેમની ધર્મ ભાવનામાં શિક્ષણ, રાજનીતિ, સાંપ્રદાયિકતા વગેરેમાં શુદ્ધતા આણવાની વૃત્તિ રહેલી છે. તેમના દ્રષ્ટિકાણુ પાતાના ધર્મ પ્રત્યે પરમ શ્રદ્ધા રાખવાની સાથે ખીજા ધર્મો તરફ સહિષ્ણુ રહેવું તે છે. તેઓ માનતા કે દરેક માનવીમાં એવી શ્રદ્ધા હોવી જાઈએ કે દુનિયાના એકેએક ધ ઈશ્વરની સમીપ લઈ જનાર વાહન છે. આમ ગાંધીજી પેાતાના સમગ્રજીવન દરમ્યાન ગીતાના સ દેશને મૂર્તિમ ત બનાવે છે. ગાંધીજીને પ્રેમ ધ્રુવળ વિશ્વનાં માનવીએ પૂરતા નથી પણ વિશ્વની સમગ્ર જીવસૃષ્ટિ સુધી વિસ્તર્યો છે. ગાંધીજીએ શરૂ કરેલુ કાર્ય વિતાબાજીએ ઉપાડી લીધુ, સ્વતંત્રતા આવ્યા બાદ આપણા સમાજમાં વિશ્વયુદ્ધને કારણે ગરીબી અને અમીરીના જે તીત્ર ભેદ પડયા હતા તેને દૂર કરવા સર્વોદય સમાજ અને ભૂદાનયજ્ઞની યોજના શરૂ કરો, તેમણે ભારતીય જનતાને પ્રથમ સત્ર આપ્યા ઃ ખાલ ભગત જય જગત” અને છવા ને જીવવા દો.” સાદું જીવન અને ઉચ્ચ વિચારના આદર્શ પ્રજા સમક્ષ મૂકયો, ઉપનિષદો અને ગીતાના અર્થ નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે રજૂ કર્યો. મહર્ષિ અરવિ ંદે દક્ષિણ ભારતમાં પેડિચેરીમાં આશ્રમ સ્થાપી પૂર્ણ યાગની પ્રતિષ્ઠા કરી. પેડિચેરીના મહર્ષિ અરવિંદના આશ્રમ આજે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહેલ છે.
ડી. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ પોતાના લેખા અને પ્રવચનેા દ્વારા પૂર્વ અને પશ્ચિમની સ ંસ્કૃતિના સમન્વય સાધવા પ્રયત્ન કર્યાં છે. નવી દુનિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org